44ની ઉંમરે 25ની દેખાય છે આ હોટ એક્ટ્રેસ, આ દેશી વસ્તુ છે તેની યુવાનીનો રાઝ…એકવાર અજવાશો તો તમે પણ હિરોઈનથી કમ નહીં લાગો!

44ની ઉંમરે 25ની દેખાય છે આ હોટ શ્વેતા તિવારી, આ દેશી વસ્તુ છે તેની યુવાનીનો રાઝ…એકવાર અજમાવો

આ ટીવી એક્ટ્રેસ 44 વર્ષે પણ યુવાન દેખાય છે. તેની સ્કિનની સુંદરતાનું રહસ્ય એક સરળ દેશી નુસખો છો. તે દાદી-નાનીના સમયથી અપનાવવામાં આવતા સ્કિન કેર નુસખાને ફોલો કરે છે.

શ્વેતા તિવારી જાણીતી ટીવી એક્ટ્રેસ છે. છેલ્લા 25 વર્ષથી તે ટીવીની દુનિયામાં છવાયેલી છે. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે અને 44 વર્ષની છે તેમ છતાં 25 વર્ષની હોય તેવી દેખાય છે. શ્વેતા તિવારીની ફિટનેસ અને યંગ સ્કીનનું સિક્રેટ દાદી-નાનીના સમયથી અપનાવવામાં આવતો એક દેશી નુસખો છે. આજે પણ અભિનેત્રી પોતાની સ્કીન કેર માટે આ સીક્રેટને ફોલો કરે છે. શ્વેતા તિવારી પોતાની સ્કીન પર મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ કરતા ઘરેલુ વસ્તુઓને લગાડવાનું પસંદ કરે છે.

જાણીને નવાઈ લાગશે પરંતુ, શ્વેતા તિવારી પોતાની સ્કીનની સુંદરતા વધારવા માટે ચણાનો લોટ અને હળદર વાપરે છે. આ બંને વસ્તુ નેચરલ સ્ક્રબ તરીકે કામ કરે છે અને ડેડ સ્કીન સેલ્સને સાફ કરે છે. હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ બધા જ તત્વો સ્કિનમાંથી બેક્ટેરિયાને સાફ કરે છે. હળદર એક્ને અને ખીલથી રાહત આપે છે અને સ્કીનને સ્વસ્થ રાખે છે. ચણાનો લોટ ત્વચાને ડીપ ક્લીન કરે છે. તેનાથી સ્કિન સાફ થાય છે. ચણાનો લોટ લગાડવાથી ત્વચા પર ગ્લો દેખાય છે. તેનાથી ત્વચા પર ચમક આવે છે.

હળદર અને ચણાના લોટના બનેલા ફેસ માસ્ક સિવાય શ્વેતા તિવારી સ્કીન કેર માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. સૂર્યનો તડકો સ્કિનને ડેમેજ કરે છે અને સ્કીનને ડાર્ક તેમજ રફ બનાવે છે. તડકાના કારણે ત્વચાને સૌથી વધારે નુકસાન થાય છે. તેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ શ્વેતા તિવારી દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવે છે. તેનાથી બોડી ડિટોક્ષ થાય છે અને સ્કીન પણ ક્લિયર રહે છે.

Twinkle