ખબર

સાળાની પત્ની સાથે જ હતા અવૈધ સંબંધો, વહુ અને સસરાએ બ્લેકમેઇલ કરીને માંગ્યા 30 લાખ, પૈસા ના મળ્યા તો…

દેશભરમાં અનૈતિક સંબંધોના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આવા કિસ્સાઓ ઘણીવાર એ હદ સુધી પણ પહોંચી જતા હોય છે કે પછી બ્લેકમેઈલિંગ અને હત્યા પણ થઇ જતી હોય છે. ઘણીવાર અનૈતિક સંબંધોની જાણ કોઈને ના થાય એ માટે થઈને લોકો બેલ્કમેલરને લાખો રૂપિયા પણ આપી દેતા હોય છે, ત્યારે હાલ એવા જ એક મામલાએ ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

ઓગસ્ટ 2021માં VIP સુરક્ષામાં ફરજ બજાવી રહલા કોન્સ્ટેબલ દયાલ રાઠોડે શાંતિનગરમાં એક સરકારી મકાનમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. અવૈધ સંબંધોનું રહસ્ય ખુલ્યા બાદ બ્લેકમેલિંગથી કંટાળી કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મૃતકના સાળાની પત્ની અને તેના સસરાની ગ્વાલિયર મુરારથી ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલો 19 ઓગસ્ટ 2021નો છે. વીઆઈપી સિક્યોરિટી કોર્પ્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાના અધિકૃત ક્વાર્ટર, શાંતિ નગરમાં કાનપટ્ટી પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોલીસે કલમ 174 હેઠળ કેસ દાખલ કરીને તેની તપાસ શરૂ કરી હતી. સિવિલ લાઇન પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક કોન્સ્ટેબલ દયાલ રાઠોડને મુરાર ખાતે રહેતા તેના સાળા અને તેના પિતા દ્વારા બ્લેકમેઇલીંગ કરીને ત્રાસ આપવામાં આવતો હતો.

આ માહિતી મળ્યા બાદ એસએસપી પ્રશાંત અગ્રવાલે તપાસ પછી આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ સિવિલ લાઇનના ટીઆઈ સત્યપ્રકાશ તિવારીના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી અને તેને ગ્વાલિયર મુરાર મોકલવામાં આવી. કાર્યવાહી કરીને, ટીમે મૃતકના સાળા ઉમાશંકરની પત્ની અને પિતા મહેશ કુમાર રાઠોડની ધરપકડ કરી અને રાયપુર લાવવામાં આવ્યા.

(પ્રતીકાત્મક તસવીર)

પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે મૃતક કોન્સ્ટેબલ દયાલ રાઠોડને તેના સાળા ઉમાશંકરની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. ઉમાશંકરને આ વાતની જાણ થતાં તેણે તેના સાળા દયાલ રાઠોડને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. ઉમાશંકરે તેની પત્ની અને પિતા સાથે મળીને 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યારે કોન્સ્ટેબલે પૈસા ન આપ્યા તો આરોપીએ 19 ઓગસ્ટે ગ્વાલિયર મુરાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો. કેસ નોંધાયાની માહિતી મળતાં જ કોન્સ્ટેબલ દયાલ રાઠોડ નારાજ થઈ ગયો અને તેણે શાંતિ નગરમાં પોતાના રૂમમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસે આ કેસમાં મૃતક કોન્સ્ટેબલના સાળાની પત્ની અને તેના સસરાની ધરપકડ કરી છે. જ્યારે ઉમાશંકર ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે.