જીવનશૈલી

લગ્ન બાદ પણ સંબંધમાં રોમાંચ રાખવો હોય તો 5 દિવસ સુધી રહો એક-બીજાથી દૂર

આજે લોકોના લગ્નજીવનમાં ઘણી બધી તકલીફ થાય છે. લોકો પહેલા એવું વિચારતા હતા કે, ખુશ રહેવા માટે એક્બીજાની સાથે રહેવું જરૂરી છે. પરંતુ હવે એ વાત જૂની થઇ ગઈ છે. હાલમાં જ એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, લગ્ન બાદ પણ સંબંધમાં રોમાંચ લાવવા માટે કરો આ ઉપાય.

Image Source

એક સંશોધનમાં ખબર પડી છે કે, જે કપલ તેના કામને કરીને એકબીજાથી દૂર રહે છે તે એકબીજાને ઘણો પ્રેમ કરે છે. આ બંને પતિ-પત્ની વચ્ચે હંમેશા ખુશ રહે છે. આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જયારે તે ઘણા દિવસ બાદ એકબીજાને મળે છે.

Image Source

પરંતુ આ લોકોએ વધુમાં વધુ દિવસ બાદ તો મળવું જ જોઈએ. યુકેની એક ટ્રૈવેલોઝ હોટેલ દ્વારા કરવામાં આવેલા સર્વમાં 2000 લોકોએ ભાગ લીધો હતો. આ સર્વમાં ખબર પડી હતી કે, દર 10માંથી 4 લોકો તેના સંબંધથી ખુશ હતા જે તેના કામના કારણે તેના પાર્ટનરથી દૂર રહેતા હતા.

Image Source

ટ્રૈવેલોઝ હોટેલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા 35 વર્ષના રિચાર્ડ સ્કોટ કામના સિલસિલાથી પત્નીથી દૂર રહે છે. તેનું કહેવું છે કે, તે સમયની સાથે-સાથે થોડા દિવસ એકબીજાથી અલગ રહેવું પણ જરૂરી છે.તેનાથી એકબીજાની અહેમયિત નો અહેસાસ થાય છે.

સર્વમાં થોડો લોકોએ એ પણ જણાવ્યું હતું કે, કામના સિલસિલામાં બાહર જવું અને હોટેલના મોટા રૂમમાં એકલું રહેવું એક સૂકુનનો અહેસાસ થાય છે. થોડા દિવસ ઘરેથી દૂર રહેવાથી ઘરના મામલામાં મગજ શાંત થઇ જાય છે.

Image Source

તો દસમાંથી ચાર લોકોએ કહ્યું હતું કે, દૂર રહ્યા બાદ ઘર પાછા ફરીએ છીએ ત્યારે ઘરના લોકો દ્વારા સ્વાગત બહુ જ સારી રીતે કરવામાં આવે છે જે તે લોકોને બહુ જ પસંદ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.