મનોરંજન

ગુમનામીમાં જીવન પસાર કરી રહી છે જેકી શ્રોફની આ અભિનેત્રી, એટલી બદલાઈ ગઈ છે કે ઓળખવી પણ મુશ્કેલ

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રી આવી કે જે આવી પ્રસિદ્ધિ પામી અને પછી થોડા જ સમયમાં ગુમનામીના અંધારામાં ખોવાઈ ગઈ. ત્યારે આજે આપણે એવી જ અભિનેત્રી વિશે જાણીશું કે જે 90મી સદીમાં બોલિવૂડ પર રાજ કરતી હતી પણ આજે ગુમનામીમાં પોતાનું જીવન પસાર કરી રહી છે. આ અભિનેત્રીનું નામ છે મીનાક્ષી શેષાદ્રિ. મીનાક્ષી શેષાદ્રિનો જન્મ 16 નવેમ્બર 1963ના રોજ થયો હતો.

Image Source

તેને ‘દામિની’, ‘ઘાતક’, ‘હીરો, મેરી જંગ’, ‘ઘર હો તો એસા’, ‘તુફાન’ અને ‘ઘાયલ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 80 અને 90ની સદીમાં બોલિવૂડ પર રાજ કર્યું છે. તેને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Image Source

મીનાક્ષીએ 17 વર્ષની ઉંમરે જ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. જયારે મીનાક્ષી મિસ ઇન્ડિયા બની ત્યારે તેનું નામ શશીકલા શેષાદ્રિ હતું.

Image Source

જયારે વર્તમાન પત્રોમાં તેની તસ્વીર આવી ત્યારે મનોજ કુમારની નજર તેના પર પડી, અને ત્યારે જ તેમને વિચારી લીધું કે તેમની ફિલ્મ ‘પેંટર બાબુ’માં શશીકલા શેષાદ્રિ જ હિરોઈન બનશે, પરંતુ તેને નામને લઈને થોડી અડચણો આવી, કેમ કે શશીકલા નામની બીજી એક અભિનેત્રી પણ હતી. તેથી શશીકલા શેષાદ્રિમાંથી નામ બદલીને મીનાક્ષી શેષાદ્રિ નામ રાખ્યું.

Image Source

મીનાક્ષીને સ્ક્રીન ટેસ્ટ લીધા વગર જ ‘પેંટર બાબુ’ માટે સાઈન કરી લીધી હતી, પરંતુ આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ ગઈ. જણાવી દઈએ કે આ તેની પહેલી ફિલ્મ હતી.

Image Source

તેના પછી તેને સુભાષ ઘાઇની ફિલ્મ ‘હીરો’માં કામ કર્યું અને આ ફિલ્મમાં તેનું નસીબ કામ કરી ગયું અને આ ફિલ્મ સુપરહિટ થઈ. મીનાક્ષી રાતો રાત ચર્ચામાં આવી ગઈ.

Image Source

એ પછી તેને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘શહેનશાહ’, ‘ગંગા જમુના સરસ્વતી’, ‘અકેલા’ અને ‘તુફાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અમિતાભ અને મીનાક્ષીની જોડી લોકોને ખુબ જ પસંદ આવી હતી.

Image Source

એક અહેવાલ અનુસાર મીનાક્ષીની ફિલ્મ ‘જુર્મ’માં કુમાર સાનુએ ‘જબ કોઈ બાત બિગડ જાએ’ ગીત ગાયું હતું. ફિલ્મના પ્રીમિયર શો વખતે કુમાર સાનુ પહેલી વખતે મીનાક્ષીને મળ્યા અને કહેવામાં આવે છે કે મીનાક્ષીને જોઈને કુમાર તેને પોતાનું દિલ આપી બેઠા હતા. પણ આ સંબંધ વધારે ચાલ્યો નહિ.

Image Source

બોલિવૂડમાં રાજ કર્યા પછી મીનાક્ષીએ વર્ષ 1995માં ઇન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધા. મીનાક્ષી લગ્ન પછી અમેરિકા ચાલી ગઈ. બંનેએ ન્યુયોર્કમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.

Image Source

વર્ષ 1996માં તે છેલ્લી વાર મોટા પરદા પર ઘાતક અને તે પછી સ્વામી વિવેકાનંદમાં જોવા મળી હતી.

Image Source

હાલમાં તેના બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરીનું નામ કેંદ્રા છે અને દીકરાનું નામ જોશ છે. તે બોલિવૂડમાંથી વિદાઈ લઈને હાલમાં પોતાની ઘર ગૃહસ્થી સંભાળે છે.

Image Source

મીનાક્ષીને અભિનય ઉપરાંત ડાન્સનો પણ ખુબ જ શોખ છે. તે ફિલ્મોથી ભલે દૂર થઈ ગઈ છે પણ તે આજે પણ ડાન્સ સાથે જોડાયેલી છે.

Image Source

વર્ષ 2008માં મીનાક્ષીએ ટેક્સાસમાં પોતાની ડાન્સ સ્કૂલ ખોલી છે. આ સ્કૂલનું નામ ચેરીશ ડાન્સ સ્કૂલ રાખ્યું છે.

Image Source

થોડા સમયમાં જ આ સ્કૂલ ખુબ જ ફેમસ થઈ ગઈ હતી. સ્કૂલમાં બાળકોથી લઈને મોટી ઉંમરના બધા જ લોકોને ડાન્સ શીખાડવામાં આવે છે.

Image Source

આ સ્કૂલમાં મીનાક્ષી પોતે જ ભરતનાટ્યમથી લઈને કથક, કુચીપુડી અને ઓડિસી જેવા ડાન્સ ફોર્મ લોકોને શીખવાડે છે.

Image Source

હાલમાં તે એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવી પણ અઘરી પડે કે આ મીનાક્ષી છે.

Image Source

તેની પહેલાની તસ્વીર અને અત્યારે તસ્વીરોમાં તમે જોઈ શકશો કે તે કેટલી બદલાઈ ગઈ છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.