હવે WHO એ નવી રોન કાઢી, નવી આગાહી કરતા એવી વાત કહી કે ટેંશન વધારી દેશે

0

કોરોના વાયરસના વધતા કેસ અટકવાનું નામ જ નથી લેતા, દેશમાં છેલ્લા 15 દિવસોમાં 70 હજાર નવા કેસ સામે આવ્યા છે. નવા આવેલા કેસમાં ઘણા એવા દર્દીઓ છે કે જેમાં કોરોના વાયરસના કોઈ ખાસ લક્ષણો જોવા મળ્યા નથી, પણ તપાસ બાદ દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવે છે.

આ બધા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખરાબ સાબિત થઇ શકે છે. આ ચેતવણી એ દેશો માટે છે કે જ્યાં કોરોનાનું સંક્રર્મણ ઘટી રહ્યું છે એને કોરોના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસો સાર્થક સાબિત થયા છે. ડબ્લ્યુએચઓના ઇમર્જન્સી પ્રમુખ માઈક રેયાનએ આવા દેશોને કોરોના વાયરસની બીજી લહેરથી બચીને રહેવા માટે યોગ્ય પગલાં લેવાની વાત કરી છે.

Image Source

માઈક રેયાને કહ્યું છે કે અચાનકથી ઘટી રહેલા સંક્રમણની વચ્ચે કોરોના વાયરસની બીજી લહેર ઘણા લોકોને પોતાની ચપેટમાં લઇ શકે છે. આ દેશોએ આની માટે તૈયાર રહેવું જોઈએ, જ્યાં કોરોના વાયરસના કેસ ઝડપથી ઘટ્યા છે એને જ્યાં સ્થિતિ કાબુમાં છે. દુનિયા હાલમાં કોરોના વાયરસની પહેલી લહેર સામે ઝૂઝી રહી છે એટલે જે દેશોમાં કેસ ઘટી રહયા છે એને સતર્ક રહેવું જોઈએ.

Image Source

રોગચાળાના પહેલા તબક્કામાં જો કાબુ પણ કરી લીધો છે તો જરૂરી નથી કે બીજા તબક્કામાં પણ કાબુ કરી શકાય, આ ઘણો ઘાતક સાબિત થઇ શકે છે. તેમને યુરોપીય દેશોને પણ કોરોના વાયરસની બીજી લહેર માટે સાવચેત કર્યા છે કે હવે બધા જ આ માટે તૈયાર રહે.

Image Source

કોરોના વાયરસને કાબુમાં કરવા માટે લગભગ બધા જ દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું, પણ હવે જયારે કેટલાક દેશોમાં લોકડાઉન ખુલ્યું છે ત્યારે કોરોના વાયરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એટલે જો સોશિયલ ડિસ્ટન્સીંગ એને બીજા નિયમોમાં વધારે ઢીલ કરવામાં આવશે તો પહેલા કરતા વધારે ઝડપે કેસ વધશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.