મનોરંજન

ગોવિંદનો ખુલાસો-49 ની ઉંમરમાં શા માટે કર્યા બીજા લગ્ન? 4 વર્ષ સુધી છુપાવી રાખ્યા હતા પહેલા લગ્ન….

ગોવિંદા એક એવા અભિનેતા છે,જેણે બૉલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ જ છાપ છોડી છે.દરેક ફિલ્મોમાં દર્શકોનું ગોવિંદાએ ભરપૂર મનોરંજન કર્યુ છે.કહેવામાં આવતું હતું કે ગોવિંદાની કોમેડી ફિલ્મોની સફળતા પહેલા કોમેડીને એક અલગ રીતે જોવામાં અને સમજવામાં આવતું હતું,પણ 90 ના દશક અને નવી સદીમાં ગોવિંદાએ કોમેડી ને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું અને ફિલ્મમેકરે પણ કોમેડીને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું.

Image Source

હાલમાં જ ગોવિંદા ‘આપ કી અદાલત’ માં મહેમાન બનીને પહોંચ્યા હતા જ્યા તેમણે પોતાના લગ્નજીવનને લઈને ઘણા ખુલાસાઓ કર્યા હતા. ગોવિંદાએ ટીવીના એડિટર ઈન ચીફ રજત શર્મા સાથે પોતાના વ્યક્તિગત જીવન અને ફિલ્મી કેરિયરને લગતી ઘણી વાતો કરી હતી.આ દરમિયાન ગોવિંદાએ એ પણ જણાવ્યું હતું કે તેમણે 49 ની ઉંમરમાં પોતાની પત્ની સુનીતા સાથે બીજી વાર લગ્ન શા માટે કર્યા હતા?

 

View this post on Instagram

 

All set to explore #SriLanka 💙 #beautifulcountry

A post shared by Govinda (@govinda_herono1) on

અમુક વર્ષો પહેલા ગોવિંદા ત્યારે ચર્ચામાં આવી ગયા હતા,જ્યારે તેમણે પોતાની પત્ની સુનીતા સાથે એક વાર ફરીથી લગ્ન કર્યા હતા. શો માં તેની પાછળનું કારણ જણાવતા ગોવિંદાએ કહ્યું કે તેમણે પોતાની માં ના કહેવા પર જ પોતાની પત્ની સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.તેમણે કહ્યું હતું કે 49 ની વર્ષમાં સુનીતા સાથે બીજી વાર લગ્ન કરજે.બસ તેની ઈચ્છાનું પાલન કરતા ગોવિંદાએ જાન્યુઆરી 2015 ના રોજ પત્ની સુનીતા સાથે પુરા રીતિ-રિવાજની સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

⚡️ #flashbackfriday

A post shared by Govinda (@govinda_herono1) on

ગોવિંદાએ એ પણ માન્યું કે તે અંધવિશ્વાષ અને અંકશાસ્ત્રમાં પણ વિશ્વાષ રાખે છે.તેણે કહ્યું કે અંકશાસ્ત્રને લીધે જે તેણે પોતાનું નામ બદલાવીને ગોવિંદા કરી નાખ્યું હતું.તે પોતાના નામમાં 27 મોં અંક ઇચ્છતા હતા, જેમાં 9 નો યોગ હોય.ગોવિંદાએ આગળ કહ્યું કે,”અમિતાભજી પણ હાથમાં નીલમ પહેરે છે ક્યારેય કોઈએ એકપણ કમેન્ટ કરી?નહીં, કેમ કે તેઓ ડરે છે.સંજય દત્ત પણ હાથમાં વીંટી પહેરે છે તેના પર કોઈએ કમેન્ટ કરી?

 

View this post on Instagram

 

Party time with my lady love ! 🎉 #aboutlastnight #weddingvibes #familyfun

A post shared by Govinda (@govinda_herono1) on

ગોવિંદાએ કહ્યું કે જે લોકો તેના પર અંધવિશ્વાષનો આરોપ લગવતા હતા તેઓ પોતે જ ગુપ્ત રીતે વાસ્તુશાસ્ત્ર પર ભરોસો કરતા હતા.ગોવિંદાએ એ પણ કહ્યું હતું કે ફિલ્મોમાં સફળતા મેળવવા માટે 14 વર્ષની ઉંમરમાં તેણે 24 વાર ગાયત્રી મંત્રનો પાઠ કર્યો હતો. ગોવિંદાએ કહ્યું કે તે મારી માં ની સલાહ અને આશીર્વાદને લીધે જ હતું તે સમયે હું હીરોની જેમ દેખાતો પણ ન હતો.

 

View this post on Instagram

 

Started with my workouts from today ! #mondaymotivation #picoftheday #happyending #moviestill

A post shared by Govinda (@govinda_herono1) on

આપ કી અદાલતમાં ગોવિંદાએ પોતાની લવ સ્ટોરી પણ જણાવી હતી,ગોવિંદાએ કહ્યું કે એકવાર અમે પાર્ટીમાંથી આવી રહ્યા હતા અને અમે બંન્ને એક જ ગાડીમાં હતા. અને અચાનક જ બંનેનો હાથ એકબીજાને સ્પર્શ થઇ ગયો. તેના પછી ના તો સુનીતાએ હાથ હટાવ્યો કે ના તો મૈં. જેના પછી અમારો સંબંધ મજબૂત બનતો ગયો.જેના પછી 11 માર્ચ 1987 ના રોજ બંન્નેએ લગ્ન કરી લીધા જો કે ગોવિંદાએ પોતાના કેરિયરને લીધે લગ્નને 4 વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks