મનોરંજન

આ 7 અભિનેત્રીઓના પહેલા લગ્ન રહ્યા નિષ્ફળ, બીજા લગ્નમાં પુરા થયા દરેક સપના

સામાન્ય જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકોના પહેલા લગ્ન સફળ નથી બનતા પરંતુ બીજા લગ્નમાં તે ખુબ જ ખુશ હોય છે. બોલીવુડમાં પણ ઘણા કલાકારો એવા છે જેમના પહેલા લગ્ન સફળ નથી બન્યા પરંતુ જયારે તેમને બીજા લગ્ન કર્યા ત્યારે તેમના જીવનના દરેક સપનાઓ સાકાર થયા. આજે આપણે એવી જ બોલીવુડની 7 અભિનેત્રીઓ વિશે જાણીશું જેમને બીજા લગ્નમાં સફળતા મળી.

Image Source

1. કિરણ ખેર:
હાલમાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં માતાના કિરદારમાં અભિનેત્રી કિરણ ખેર જોવા મળે છે. કિરણના લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા. જે મુંબઈમાં બિઝનેસમેન હતો. પરંતુ અનુપમ ખેર સાથેની મિત્રતા તેને પહેલાથી જ હતી. બંને સાથે થિયેટર પણ કરતા હતા. અનુપમ ખેર જયારે ફિલ્મોમાં ઝળકવા લાગ્યો ત્યારે કિરણે તેના પહેલા પતિને ડિવોર્સ આપી અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

2. યોગિતા બાલી:
યોગિતા બાલીએ પણ પોતાની પહેલી ફિલ્મથી જ બોલીવુડમાં પોતાનો જાદુ વિખેરી દીધો હતો. તેને પહેલા લગ્ન ગાયક કિશોર કુમાર સાથે થયા હતા. કિશોર કુમારના આ પહેલા બે લગ્ન થઇ ગયા હતા. જયારે યોગિતાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા ત્યારે તેને સમજાયું કે કિશોર કુમાર સાથે તે ખુશ નહિ રહી શકે અને બે વર્ષ બાદ તેને કિશોર કુમારને છૂટાછેડા આપી દીધા. ત્યારબાદ તેને બીજા જ વર્ષે અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કરી લીધા. કિશોર કુમારે ત્યારબાદ ઘણા વર્ષો સુધી મિથુનની કોઈ ફિલ્મના ગીત પણ નહોતા ગાયા.

Image Source

3. બિંદિયા ગોસ્વામી:
બીન્દીયા ગોસ્વામીનો ચહેરો હેમા માલિની સાથે મળતો આવતો હતો એવામાં એક પાર્ટીમાં જયારે હેમા માલિની માએ બિંદિયાને જોઈ ત્યારબાદ જે ફિલ્મો માટે હેમા ના પાડતી હતી એ ફિલ્મો માટે બિંદિયાની શિફારીસ કરવામાં આવતી, એ દરમિયાન જ બિંદિયાનું દિલ વિનોદ મહેરા ઉપર આવી ગયું હતું. વિનોદ પહેલાથી જ પરણિત હતો. લગ્નના 4 વર્ષ બાદ તેને ડિવોર્સ લીધા અને બિંદિયા સાથે લગ્ન કર્યા. પરંતુ બિંદિયાનું લગ્નજીવન પણ વધુ લાબું ચાલ્યું નહીં અને તેને જેપી દત્તા સાથે તેના સંબંધો આગળ વધવા લાગ્યા, છેવટે 4 વર્ષનું લગ્ન જીવન નિભાવીને બિંદિયાએ વિનોદ સાથે છૂટાછેડા લઈ જેપી દત્તા સાથે લગ્ન કરી લીધા.

Image Source

4. અર્ચના પૂરણ સિંહ:
કપિલ શર્મા શોની અંદર અર્ચના પૂરણ સિંહને આપણે જોઈએ છીએ, અને આજે મોટાભાગના લોકો તેનાથી પરિચિત છે. અર્ચનાના પહેલા લગ્ન વિશે કોઈને કઈ જ ખબર નથી, ના તેને ક્યારેય પોતાના પહેલા લગ્ન વિશે કોઈને જણાવ્યું છે. પરંતુ પહેલા લગ્નમાં છૂટાછેડા થયા બાદ તેને નક્કી કરી લીધું હતું કે તે જીવનમાં ક્યારેય લગ્ન નહિ કરે. પરંતુ એ દરમિયાન જ પરમિત સેઠી તેના જીવનમાં આવ્યો અને તેને અર્ચનાનો એ નિર્ણય બદલાવ ઉપર મજબુર કરી અને લગ્ન કરી લીધા.

Image Source

5. રેણુકા શહાણે:
રેણુકા શહાણેના પહેલા લગ્ન મરાઠી થિયેટર ડાયરેક્ટર વિજય કેનેકર સાથે થયા હતા. પરંતુ આ લગ્ન બહુ લાંબુ ચાલી શક્ય નહિ અને બંનેના ડિવોર્સ થઇ ગયા. ડિવોર્સ બાદ તેને બીજા લગ્ન ખ્યાતનામ અભિનેતા આશુતોષ રાણા સાથે કર્યા. અને પોતાના બીજા લગ્નમાં તે ખુબ જ ખુશ છે.

Image Source

6. નીલમ કોઠારી:
અભિનેત્રી નીલમે પણ બોલીવુડમાં ઘણી જ સુપરહિટ ફિલ્મો આપી છે.  નીલમના પહેલા લગ્ન વર્ષ 2000માં યુકેના બિઝનેસમેન ઋષિ શેઠિયા સાથે થયા હતા. પરંતુ આ બંનેનાં પણ જલ્દી જ છૂટાછેડા થઇ ગયા. લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં. ત્યારબાદ તેને અભિનેતા સમીર સોની સાથે લગ્ન કરી લીધા. આજે તે ફિલ્મોમાં નહિ પરંતુ પોતાનો બિઝનેસ ચલાવી રહી છે.

Image Source

7. પૂજા બેદી:
અભિનેત્રી પૂજા બેદીના પહેલા લગ્ન 1994માં ફરહાન ઇબ્રાહિમ સાથે કર્યા હતા. તેના માટે પૂજાએ ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો હતો. અને પોતાનું નામ પણ નૂરજહાં કરી લીધું હતું. પરંતુ તેનું લગ્ન જીવન લાબું ચાલ્યું નહીં. 9 વર્ષની અંદર જ બંનેના છૂટાછેડા થઇ ગયા. તેના બે બાળકો પણ છે આલિયા અને ઉમર. પૂજા હવે ગોઆમાં રહે છે. 2019માં તેને પોતાના એક મિત્ર માનેક કોન્ટ્રાકટર સાથે સગાઇ કરી લીધી છે અને જલ્દી જ તેની સાથે લગ્ન કરવાની છે. લોકડાઉનના કારણે તેના લગ્ન અટકી ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.