ખબર

માત્ર 95000 હજારમાં થઇ શકે છે Marutiની આ 7 સીટર કાર તમારી, જાણો કઈ રીતે

આપણે ત્યાં હવે પરિવાર દીઠ એક કાર હોવી જ જોઈએ એવી પ્રથા બની ગઈ છે, પરંતુ ઘણા પરિવારો એવા હોય છે કે જેમનું બજેટ મોંઘી ગાડીઓ ખરીદવાનું નથી હોતું, ત્યારે આવા લોકો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદે છે. આ લોકો માટે જ કાર કંપનીઓ સેકન્ડ હેન્ડ ગાડીઓની ડીલ કરે છે અને ઘણી સસ્તી કિંમતે સેકન્ડ હેન્ડ ગાડીઓનું વેચાણ કરી રહી છે.

જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડી લાવવાનો વિચાર કરી રહયા છો તો તમારા માટે આ સારા સમાચાર છે કે મારુતિ સુઝુકી, મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર પોતાની કેટલીક સેકન્ડ હેન્ડ ગાડીઓ ખૂબ જ સસ્તા ભાવે વેચી રહ્યું છે. જેમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ, વેગન આર, રીટઝ અને ઇકો જેવી ગાડીઓનો સમાવેશ થાય છે.

માત્ર 1.75 લાખમાં થઇ શકે છે સ્વિફ્ટ તમારી –

Image Source

મારુતિ સુઝુકી સ્વિફ્ટ દેશની એવી ગાડીઓમાંથી એક છે કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને સદાબહાર છે. આ જ કારણ છે કે આ ગાડી જૂની હોવા છતાં પણ તેની માંગમાં કમી નથી આવતી. જો તમે સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ખરીદવાનું વિચારી રહયા છો તો મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર તમને આ કાર ઘણા સસ્તામાં મળી જશે. આ કારનું ડીઝલ વેરિયંટ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર વેચાણ માટે મુકવામાં આવ્યું છે, જે 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં 1,13,810 કિલોમીટર ચાલ્યું છે. આ કારની કિંમત 1.75 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

1.95 લાખમાં મળે છે વેગન આર –

Image Source

મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર વેગન આર માત્ર 1.95 લાખ રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે. આ કારનું પેટ્રોલ વેરિયંટ 1,71,302 કિલોમીટર ચાલેલું છે, જે વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર 2010નું મોડેલ છે. જો કે તેમાં CNG કીટ ફીટ છે. આ કારની કિંમત 1.95 લાખ નક્કી કરવામાં આવી છે. જો તમે આ કાર ખરીદવા માંગો છો તો જલ્દી જ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂની મુલાકાત લો.

1.90 લાખમાં મળે છે રીટઝ –

Image Source

મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર આપેલી માહિતી અનુસાર, આ મારુતિની આ હેચબેક કારનું 2016નું મોડેલ છે, જે અત્યાર સુધીમાં 1,67,102 કિલોમીટર ચાલી છે. આ કારની કિંમત 1.90 લાખ નક્કી કરવામાં આવી છે.

95000 રૂપિયામાં થઇ શકે છે મારુતિ ઇકો તમારી –

Image Source

મધ્યમવર્ગના પરિવારોમાં જાણીતી અને પસંદગીની ગાડી મારુતિ સુઝુકી ઇકોનું 7 સીટર વેરિયંટ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ વેબસાઈટ પર વેચાણ માટે મુકવામાં આવી છે. વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર, આ ગાડીનું આ 2014 નું મોડેલ છે, જે 1,35,499 કિલોમીટર ચાલી ચુકી છે, અને આ કાર માત્ર 95000 રૂપિયામાં તમારી થઇ શકે છે, તો જો તમારે આ ગાડીના માલિક બનવું હોય તો આજે જ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂની મુલાકાત લો.

સેકન્ડ હેન્ડ કાર લેતા પહેલા એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે એ ગાડીની બધી જ તપાસ કરી લે. જો કોઈ પણ પ્રકારની ગડબડ જણાય તો આ ગાડીની ડીલ ન કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.