ખબર

આઇપીએલને લાગ્યું કોરોનાનું ગ્રહણ, હવે આ વર્ષે નહિ યોજવામાં આવે આઇપીએલ, કોરોનાના વધતા કેસને જોતા કરવામાં આવી સસ્પેન્ડ

કોરોનાના વધતા કહેરની વચ્ચે આઇપીએલ એકલ મનોરંજનનું સાધન બની ગયું હતું, પરંતુ હાલ આઈપેઈલને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. અને આઈપીએલની આ સીઝન પણ રદ્દ કરી દેવામાં આવી છે.

કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા. ત્યારે આઇપીએલ રદ્દ થવાના કારણે ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. BCCIના રાજીવ શુક્લાએ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે ચેન્નાઇ સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.

આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ IPL 2021થી દૂર થઈ ચૂક્યા હતા. દિલ્હીના દિગ્ગજ ખેલાડી અશ્વિન કૌટુંબિક કારણોને લીધે લીગમાંથી દૂર થવાનું નક્કી હતું.