રાજસ્થાનના દૌસા જિલ્લામાં શનિવારે જે યુવતીને બોરવેલમાં પડેલી માનીને આઠ કલાક ખોદકામ કર્યું, એ મોડી સાંજે તેના બોયફ્રેન્ડ સાથે જયપુરમાં મળી આવી. લાલસોટ પોલીસે જયપુરના સીતાપુરા ખાતેના ઇન્ડિયા ગેટ પાસેથી યુવતીને ઝડપી લીધી હતી અને યુવકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં આ મામલો પ્રેમ સંબંધનો હોવાનું લાગી રહ્યું હતું, જ્યારે શુક્રવારે દિવસ દરમિયાન બોરવેલમાં એ આશંકાએ ખોદકામ કરવામાં આવ્યું હતું કે યુવતી આત્મહત્યા કરવા માટે બોરવેલમાં પડી ગઈ હશે.

આ આખી ઘટના એમ છે કે દૌસા જિલ્લાની લાલસોટ તાલુકાના અનુપપૂરા ગામની 17 વર્ષીય યુવતી અનોખીના બોરવેલમાં પડયાની સૂચના મળી હતી. માહિતી અનુસાર, આ યુવતી બોરવેલ પાસે પોતાન કપડાં અને એક પાત્ર મૂકીને ગઈ હતી, જેમ લખ્યું હતું ‘હવે હું મળીશ નહીં’. આવી સ્થિતિમાં પરિવારને ડર હતો કે અનોખી આત્મહત્યા કરવા બોરવેલમાં પડી ગઈ છે.

અહીં ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ દોરડાની મદદથી બોરવેલની અંદર લોખંડનો સળિયો નાખ્યો જે લગભગ 40 ફૂટ પર અટકી ગયો. જેથી લોકોને લાગ્યું કે અનોખી બરવેલમાં ૪૦ ફુટ નીચે અટવાઈ ગઈ છે. જેથી અનોખીને સલામત બહાર કાઢવા માટે તાત્કાલિક જેસીબીથી બોરવેલ નજીક ખોદકામ શરૂ કર્યું હતું.
સાંજ સુધીમાં બે જેસીબીથી આશરે 25 ફૂટ સુધીની ખોદકામ કરવામાં આવ્યું હતું. ઠંડીની અસરને કારણે રાત્રે બચાવ કાર્ય બંધ કરાયું હતું. બીજી બાજુ, બોરવેલમાંથી કોઈ અવાજ સંભળાતો ન હતો. એવામાં પોલીસે આ કેસને શંકાસ્પદ માનતા એક ટીમ પણ અનોખીની શોધમાં જયપુર રવાના કરી દીધી હતી. ટીમને અનોખી જયપુરમાં તેના પ્રેમી સાથે મળી આવી હતી. જેને ત્યાંથી લાલસોટ લાવવામાં આવી હતી.

પોલીસને યુવતીની ઉંમરને જોઈને પહેલાથી જ થોડી શંકા તો ગઈ જ હતી, અને તેમનું માનવું એવું જ હતું કે પ્રેમનો મામલો છે. જેથી પોલીસે તેમના સ્તરે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસને અનોખીની નાની બહેનની પૂછપરછ કરવામાં થોડા કલુ મળ્યા. આ પછી, ગામના કેટલાક યુવાનોની માહિતી એકઠી કરી તો કડી જોડાતી ગઈ. અનોખીએ ગામના યુવકના મોબાઈલ પરથી જયપુરમાં કોઈને ફોન કર્યો હતો. એ પછી એ નંબરની માહિતી કઢવામાં આવી તો પરિજનોએ નંબરને પરિચિત કહ્યો. બાદમાં પોલીસે યુવતીને જયપુરમાં શોધી તો તે તેના બોયફ્રેન્ડ સાથે મળી. હાલ પોલીસે તેના પર પોલીસને ગેરમાર્ગે દોરવાના ગુનામાં કેસ કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.