માણસોની જેમ જોર જોરથી હસતા આ બે પક્ષીઓને જોઈને તમે પણ તમારી જાત ઉપર કાબુ નહીં રાખી શકો, જુઓ મજેદાર વીડિયો

ઇન્ટરનેટ ઉપર પશુ પક્ષીઓના વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવે છે, ઘણીવાર પશુ પક્ષીની કેટલીક ક્યૂટ ક્યૂટ હરકતો પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે જેને વારંવાર જોવાનું મન થાય. આવા ઘણા વીડિયો તમે જોયા હશે જેમાં પશુ પક્ષીઓ માણસો જેવા અવાજો કરતા હોય છે, પરંતુ હાલ બે પક્ષીઓનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમને હસવા માટે મજબુર કરી દેશે, કારણ કે આ પક્ષીઓ માણસની જેમ જ જોર જોરથી હસે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે સીગલ બેઠેલા જોઈ શકાય છે. અચાનક એક સીગલ હસવા લાગે છે. હા, આપણા માટે કદાચ હસવાનો અવાજ હશે, પરંતુ તેમના માટે આ તેમનો કુદરતી અવાજ છે. બંનેનો અવાજ સાંભળીને એવું લાગે છે કે બંને જોર જોરથી હસી રહ્યાં છે. જાણે કે બે માણસો કોઈ જોક્સ સાંભળીને ખડખડાટ હસતા હોય.

જ્યારે લોકોએ આ વીડિયોમાં બંને સીગલને હસતા જોયા તો તેમને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો. એક યુઝરે લખ્યું કે આ વીડિયો બિલકુલ એવો લાગતો હતો કે જાણે ક્લાસમાં કોઈ એક હસવા લાગે અને પછી આખા ક્લાસના હાસ્ય પર કંટ્રોલ ન થઈ રહ્યો હોય. તો બીજા પણ ઘણા લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

આ વાયરલ વીડિયોને માઈક્રો બ્લોગીંગ એપ ટ્વીટર ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 6 લાખ 30 હજાર કરતા પણ વધુ લોકોએ જોયો છે, અને 17 હજાર જેટલા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ વીડિયો ઉપર ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, કોઈને આ વીડિયોમાં પક્ષીઓ ખુબ જ ક્યૂટ લાગે છે તો કોઈને નવાઈ પણ લાગે છે.

Niraj Patel