ખબર

કરોડોના ખર્ચે અમદાવાદમાં શરુ કરવામાં આવેલી સી-પ્લેન સેવા એક જ મહિનામાં અસ્થાયી રૂપથી બંધ, જાણો કારણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ અને કેવડિયા કોલોની વચ્ચે સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ હજુ આ લોકાર્પણને 1 મહિનો પણ પૂર્ણ થયા પહેલા જ અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર મેન્ટેનેન્સ સંબંધી મુશ્કેલીઓના કારણે સી-પ્લેનને અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે અને સી-પ્લેનને માલદીવ પાછું મોકલવામાં આવશે તેમ પણ જાણકારી મળી રહી છે.

Image Source

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે 19 સીટર ટ્વિન ઓટ્ટર 300 સી પ્લેન માલદીવ્સની કંપનીની પ્રોપર્ટી હોવાના કારણે તેને શનિવારના રોજ માલદીવ્સમાં પાછું માકલવામાં આવશે.

Image Source

અમદાવાદથી કેવડિયા કોલોની વચ્ચેની આ સી-પ્લેન સેવાનું લોકાપર્ણ 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું અને 1 નવેમ્બરથી આ સી-પ્લેન સેવા યાત્રિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ સી-પ્લેનનું એક તરફી ભાડું 1500 અને બંને તરફી ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા પણ મેન્ટેનેન્સના પ્રશ્નોને લઈને સી-પ્લેન સેવા કેટલાક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે અસ્થાયી રૂપથી સેવા બંધ થવાના કારણે ફરી પાછી આ સેવા ક્યારે શરૂ થાય છે તે જોવાનું રહ્યું.