ખબર

સી-પ્લેનમાં કેવડિયા જવા ઇચ્છતા હોય તો આ ખબર જરૂર વાંચજો, આ દિવસોમાં સી-પ્લેન થાય છે રદ્દ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશના સૌ પ્રથમ સી-પ્લેન સેવાનું ઉદ્દઘાટન કર્યું, હવે અમદાવાદથી કેવડિયા જવું એકદમ સરળ બની ગયું છે ત્યારે આ બધા વચ્ચે જ એક મહત્વની ખબર પણ આવી છે.

Image Source

સી-પ્લેનની શરૂઆત થતા જ ઘણા લોકો કેવડિયા જવા માટે બુકીંગ કરાવવા લાગી ગયા પરંતુ પ્લેનના સમારકામ માટે બે દિવસ પૂરતી આ સેવા સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

આગામી બે દિવસ સુધી સી પ્લેનની એક પણ ફ્લાઇટ ઉડશે નહિ. પ્લેનના મેન્ટન્ટ્સ માટે આ બે દિવસ સુધી તમે સી-પ્લેન મારફતે કેવડિયા જઈ શકશો નહીં. જેના કારણે જો તમે પણ આ બે દિવસમાં કેવડિયા જવાનું આયોજન કરી રહ્યા હોય તો ચેતી જજો.

Image Source

કેવડિયા જવા માટે અમદાવાદથી બપોરે 11 વાગે અને 2 વાગે એમ બે ફ્લાઇટ ઉડાન ભરશે અને કેવડિયાથી છેલ્લી ફ્લાઇટ 4.30 વાગે અમદાવાદ આવવા નીકળશે. હાલમાં ઓનલાઇન બુકિંગમાં તકલીફ આવી રહી હોવાના કારણે મુસાફરો રિવરફ્રન્ટ ઉપર વોટર એરોડ્રામ ખાતે આવી અને ટિકિટ બુકીંગ કરાવી રહ્યા છે. જો કે હાલ બે દિવસ ટિકિટ કાઉન્ટર પણ બંધ રાખવામાં આવેલ છે.

Image Source

સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે. એટલે જ્યાં સુધી અન્ય સી-પ્લેન નહીં આવે ત્યાં સુધી સી-પ્લેન સાત નહીં પરંતુ પાંચ દિવસ જ ઉડાન ભરશે તેવી સંભાવના છે.