ખબર

આખરે આવ્યો આતુરતાનો અંત… ગુજરાતીઓ માણી શકશે સી-પ્લેનનો આનંદ, જુઓ તસ્વીર એક ક્લિકે

આખરે ગુજરાતની જનતા જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી તે સી પ્લેનનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે. દેશના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનનું ઉદ્ઘાટન કરીને રાજ્યની જનતાને અનેરી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોનીથી અમદાવાદ સી પ્લેનમાં આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાનની આજની મુલાકાતને પગલે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી રિવરફ્રન્ટથી સીધા દિલ્લી રવાના થશે તેવું જાણવા મળી રહ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સીએમ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર બ્રીજથી ચંદ્ર નગર બ્રિજ વચ્ચે ખાસ જેટી બનાવવામાં આવી છે તેની નજીક સી-પ્લેન લેન્ડ થયું હતું.

ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટ 31 ઓક્ટોબરથી સી પ્લેનનું સંચાલન કરશે. 18 સીટર આ સી પ્લેનમાં પ્રવાસી પાસેથી આવન-જાવન માટે 3 હજાર રૂપિયા ટિકીટ વસુલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયાના 2 દિવસે પ્રવાસે હતા.

145મી સરદાર પટેલ જન્મજયંતિ અંતગર્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ કર્યા હતા. નોંધનીય છે કે, સરદાર પટેલની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ અર્પણ કરી છે. સી-પ્લેનમાં સવાર થતાં પહેલા વડાપ્રધાન મોદીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી-પ્લેન પ્રોજેક્ટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી.

ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક વધારે છે.

PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યાં PM મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયા નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે.

જુઓ વિડીયો વડાપ્રધાન મોદીએ કેવડિયાથી ઉદ્દઘાટન કર્યું તે સમયે