ખબર

સુરતીઓ માટે મોટા સમાચાર: અમદાવાદ બાદ હવે કેવડિયા અને સુરત વચ્ચે શરૂ થશે સી-પ્લેન સર્વિસ, અહીં જાણો શું છે તૈયારી

અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી સી-પ્લેન સેવાને લઈને લોકોની જોરદાર પ્રતિક્રિયા આપ્યા બાદ સ્પાઇસ જેટએ શનિવારે કહ્યું હતું કે, તેને દક્ષિણ ગુજરાતમાં સુરતથી કેવડિયા સુધી આ સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી જે મૂર્તિ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે જાણીતી છે.

Image source

સ્પાઇસ જેટના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક અજય સિંહે જણાવ્યું હતું કે, અમે પહેલી સી-પ્લેનની સેવા અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ કરી છે અને હવે સુરતથી કેવડિયાને સી-પ્લેનથી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમ્ફિબિયસ એરક્રાફ્ટ ઉપયોગમાં લેવાશે જે રનવે અથવા પાણીમાં ઉતરી શકે છે.

Image source

કહેવામાં આવી રહ્યું છે કે, સુરતમાં તાપી નદીમાં સી-પ્લેન લેન્ડ થઇ શકે એમ ના હોય એરપોર્ટના રનવે પર લેન્ડ કરવામાં આવશે. સ્પાઇસ જેટ એરલાઇન્સ એમ્ફિબિયર એરક્રાફ્ટનો પણ ઉપયોગ કરી શકે છે. જોકે, સુરતની તાપી નદીમાં કે એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરવી તે મામલે ગુજસેલ એટલે કે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરાશે.

Image source

એર ફેરની વાત કરીએ તો સેવા ઉડાન યોજના હેઠળ હોવાથી સુરતથી કેવડિયાનું એરફેર રૂ.1500 આસપાસ છે. એમ્ફિબિયસ એરક્રાફ્ટની ખાસિયતની વાત કરવામાં આવે તો 1-6 ફૂટ પાણીમાં લેન્ડ થઇ શકે છે.

Image source

300 મીટર લંબાઈવાળા જળાશય રનવે પર ઉતરી શકે છે. આ કારણથી તાપીમાં લેન્ડ નહીં થાય. તાપી નદી વળાંકવાળી અને નાળું બની ગઈ છે. આ સાથે જ તાપી નદીમાં સૌથી વધુ બ્રિજ આવ્યા છે. આ સાથે જ પાણીનું લેવલ જળવાતું નથી.