દરિયા કિનારે જતા સાવધાન ! જુઓ કિનારા ઉપર ઉભા રહીને મોજાનો આનંદ માણી રહેલા પ્રવાસીઓની કેવી હાલત થઇ, રૂંવાડા ઉભા થઇ જશે જોઈને

લહેરોનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ, ત્યારે જ આવ્યું એવું ભયાનક મોજું કે લોકોને પોતાની સાથે જ લઇ ગયું, નબળા હૃદય વાળા લોકો વીડિયો ખોલવાની હિમ્મત ન કરતા

દુનિયાભરમાં કોઈપણ ઘટના બની હોય તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ જતા હોય છે, ઘણી ઘટનાઓ હોંશ ઉડાવી દેનારી પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેણે દરિયા કિનારે ફરવા જનારા લોકોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે.

હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયે સાગરખેડુઓને દરિયાની અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવે છે, ત્યારે ઘણા પ્રવાસીઓ એવા પણ હોય છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને દરિયા કિનારે ફરવા જવાનો આનંદ માણવા માટે જતા હોય છે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલો આ વીડિયો એક મોટા ખતરાને દર્શાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખરાબ હવામાનમાં પણ કેટલાક લોકો દરિયા કિનારે હાજર છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે, પરંતુ તે કિનારાથી દૂર જવાને બદલે તેની નજીક ઉભા રહીને ફોટો અને વીડિયોગ્રાફી કરતા જોવા મળે છે. પરંતુ અચાનક એક એટલું જોરદાર મોજું આવે છે કે તે કેટલાક લોકોને પોતાની સાથે લઈ જાય છે.

આ ચોંકાવનારો વીડિયો બુધવારે IPS ઓફિસર દીપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું  “તમારી ‘લાઇક્સ’ કરતાં તમારું ‘જીવન’ વધુ મહત્વનું છે.” આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળ્યો છે, અને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે દરેક વ્યક્તિ ફેમસ થવાના ચક્કરમાં બધું ભૂલી જાય છે. અન્ય એક યુઝરે લખ્યું સાવધાન રહેવું એ માણસની પોતાની જવાબદારી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે તે ખૂબ જ દુઃખદ છે… લોકો સોશિયલ મીડિયા પર રીલ નાખવાના ચક્કરમાં આ પ્રકારનું જોખમ લે છે, બાદમાં તેઓ પોતાનો જીવ ગુમાવે છે.

આ અકસ્માતમાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મહમાને અને તેની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે. ડૂબતા બાળકોને બચાવવા પિતાએ દરિયામાં છલાંગ લગાવી હતી, પરંતુ આ દરમિયાન ત્રણેય ડૂબી ગયા હતા. આ લોકોને શોધવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેની પત્ની સારિકા પણ તેની સાથે દુબઈમાં રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે શશિકાંત પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે મુલાકાત માટે ઓમાન ગયા હતા.

શશિકાંત તેના પરિવાર અને મિત્રો સાથે ઓમાનના સલાલ્હા નામના સ્થળે દરિયામાંથી આવતા ઊંચા મોજાનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો સાથે વહેતા દરિયાની અંદર ગયા. દરિયામાં ડૂબી ગયા બાદ શશીકાંત અને તેના બાળકોની શોધ ચાલુ છે. રોયલ ઓમાન પોલીસ તેને શોધી રહી છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે લોકોએ મુગસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. લહેર અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા.

દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. શશીકાંત ગત રવિવારે પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારમાં મુગલસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજા આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો દરિયાની અંદર વહી ગયા.

ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ ગયા રવિવારે જણાવ્યું હતું કે આ ફેમિલીએ મુઘસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. દરિયામાં મોજું અથડાયા બાદ અંદાજે 8 વ્યક્તિઓ પડી ગયા હતા. દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. MH ના સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા

અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ગત રવિવારે તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારના મોઘસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા.

આ ઘટનાનો વીડિયો આખા ઇન્ટરનેટ પર છેલ્લા ૨ દિવસથી ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે દરિયાનું ભારે મોજું ત્યાં હાજર લોકોને તણાઈને ખેંચી જાય છે. ઘટના બની ત્યાં સુધી પરિવારના સભ્યોની ઓળખ થઈ શકી નથી.પરંતુ પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ તમામ એશિયા ખંડના રહેવાસી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેઓ ભારતીય હોવાનું જણાવી રહ્યા હતા.

Niraj Patel