બિહારની એક DSPના કારનામાથી પોલિસમાં હલચલ પેદા થઇ ગઇ છે. કહલગામની એસડીપીઓ રેશૂ કૃષ્ણાએ રાતોરાત તેના પતિને IPS બનાવી દીધો. એસડીપીઓનેે બિહારમાં DSP કહેવામાં આવે છે. વર્દીમાં તસવીર ક્લિક કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કોઇએ આ વાતની ફરિયાદ PMOને કરી દીધી. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પછી આ મામલો મીડિયામાં આવી ગયો અને તે બાદ તો હડકંપ મચી ગયો.
IPS યુનિફોર્મમાં એસડીપીઓ રેશુ કૃષ્ણાના પતિનો ફોટો પોલીસ વિભાગમાં વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે SDPO રેશુ કૃષ્ણાના પતિ કંઈ કરતા નથી. પરંતુ રેશુ કૃષ્ણાએ તેના પતિ સાથે શેર કરેલી તસવીરોમાં તેનો પતિ IPS યુનિફોર્મ પહેરેલો જોવા મળે છે. ફોટામાં SDPO પણ તેના પતિ સાથે જોવા મળી રહી છે.
થોડા સમય પહેલા રેશુ કૃષ્ણાએ તેના પતિ સાથે યુનિફોર્મમાં એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોઈએ સીધી PMOને ફરિયાદ કરી. ફરિયાદમાં કહેવાયું હતું કે SDPO રેશુ ક્રિષ્નાના પતિ કોઈ કામ કરતા નથી તો તેઓ IPSનો યુનિફોર્મ કેવી રીતે પહેરે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેશુ કૃષ્ણા કહે છે કે તેમના પતિ આઈપીએસ છે અને પીએમઓમાં પોસ્ટેડ છે. પીએમઓએ આ મામલો બિહાર પોલીસ હેડક્વાર્ટરને મોકલ્યો, ત્યારપછી હોબાળો મચી ગયો.
મામલો શરૂ થયા પછી, એસડીપીઓ અને તેના પતિએ તેમના સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી IPS યુનિફોર્મ પહેરેલો તેનો ફોટો હટાવી દીધો. જો કે, ફોટો હટાવતા પહેલા તે ઝડપથી વાયરલ થઈ ગયો. સામાન્ય લોકો માટે સેના અને પોલીસના યુનિફોર્મ પહેરવા પર પ્રતિબંધ છે. આર્મ્ડ ફોર્સિસ એક્ટ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડમાં આને લગતી ઘણી જોગવાઈઓ છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 6 સામાન્ય લોકો દ્વારા યુનિફોર્મ પહેરવા પર પ્રતિબંધ છે અને તેનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અને દંડની જોગવાઈ પણ છે. તે જ સમયે, IPCની કલમ 140 હેઠળ, 3 મહિના સુધીની જેલ અને દંડ થઈ શકે છે.
ડીઆઈજીએ આ સમગ્ર મામલામાં જણાવ્યું કે આ મામલે પોલીસ હેડક્વાર્ટરના સ્તરેથી એસએસપી દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટ હેડક્વાર્ટરને મોકલી દેવામાં આવ્યો છે. કહલગાંવ એસડીપીઓ રેશુ કૃષ્ણાએ કહ્યું કે તેઓ આ અંગે કંઈ કહેશે નહીં. તેઓ તેના વિશે જાણતા પણ નથી. આ સમગ્ર પ્રકરણમાં કહલગાંવ એસડીપીઓની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ છે.

કહલગાંવના SDPO રેશુ કૃષ્ણા મૂળ બિહારના પટના જિલ્લાના છે. રેશુએ BPSC પરીક્ષામાં 13મો રેન્ક મેળવ્યો હતો. પસંદગી પ્રક્રિયા અને બાદમાં તાલીમ પૂર્ણ કર્યા પછી ભોજપુર જિલ્લામાં પોસ્ટિંગ દરમિયાન, તેણે સફળતાપૂર્વક ઘણા કેસોનો પર્દાફાશ કર્યો હતો. હાલમાં રેશુ કૃષ્ણ ભાગલપુર જિલ્લાના કહલગાંવ ખાતે SDPOના પદ પર તૈનાત છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો ઓગસ્ટમાં બહાર આવ્યો હતો.