જીવનશૈલી હેલ્થ

બાળકોમાં વધી રહ્યો છે આ રોગ, મહેરબાની કરીને એલર્ટ થઇ જાઓ નહિ તો…

વાલીઓને સચેત થવાનો સમય થઇ ચુક્યો છે. હવે તો તેમને પોતાના નાના બાળકોને રમવા માટે મોબાઈલ ન આપવા માટેનું એક વધુ કારણ મળી ચૂક્યું છે. એક રિસર્ચ પ્રમાણે, મોબાઈલ સ્ક્રીન પર વધુ પડતો સમય વીતાવવાને કારણે તમારા બાળકોના મગજને નુકશાન થઇ શકે છે. કારણ કે એક નવી બીમારી છે, જે બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઇ રહી છે, અને એ ધાર્યા કર્યા પણ વધુ ખતરનાક છે. અહીં વાત થઇ રહી છે, સ્ક્રીન ડિપેન્ડન્સી ડિસઓર્ડર (Screen Dependency Disorder)ની.

આજકાલ આપણે જ્યા જોઈએ ત્યાં બાળકો સ્માર્ટફોન અને ટેબ્લેટ કે આવા જ ઉપકરણોમાં વ્યસ્ત હોય છે. સ્ક્રીન ડિપેન્ડન્સી ડિસઓર્ડર 3-4 વર્ષના બાળકોને ઘેરી રહી છે. જેને કારણે બાળકોને સ્ક્રીન જોવાની આદત પડી જાય છે. અને બાળકોને ઘણી તકલીફો પડે છે.

સાયકોલોજીસ્ટએ ખુલાસો કર્યો છે કે સ્ક્રીન ડિપેન્ડન્સી ડિસઓર્ડર તમારા બાળકો માટે ખતરાજનક છે, અને તેમને વજનમાં વધારો કે ઘટાડો, પીઠનો દુખાવો, આંખોની સમસ્યા, માથું દુખવું, ઇન્સોમેનિયા અને ખરાબ ન્યુટ્રીશન પણ થઇ શકે છે.

આ બીમારીના બીજા લક્ષણોમાં ગભરાવું, ખોટું બોલવાની આદત, અપરાધબોઝ અનુભવવો, એકલાપણુ વગેરે સામેલ છે. જે કોઈ પણ આ બીમારીની ઝપેટમાં આવી જાય છે તેને શારીરિક અને માનસિક તકલીફોની સાથે સાથે એકલા રહેવાની આદત ખૂબ જ જલ્દી લાગી જાય છે અને ચિડચિડાપણું પણ આવી જાય છે. સ્વાસ્થ્યના નિષ્ણાતોએ એવું પણ સાબિત કર્યું છે કે આ આદત એ ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડર જેવી જ છે.

સ્વાસ્થ્યના નિષ્ણાતો અનુસાર, આ બીમારી બાળકના મગજ પર ખરાબ અસર કરે છે. તેના કારણે બાળકોના વ્યવહારમાં પણ બદલાવ આવે છે. આ બાળકોને સ્ક્રીન જોવાનું બંધ કરવામાં તકલીફ પડે છે. બહાર જવાનું, લોકો સાથે વાત કરવાનું પણ તેમને પસંદ નથી આવતું.

તેઓ મોબાઈલ કેટલો સમય વાપરે છે એ અંગે પણ તેઓ જૂઠું બોલવા લાગે છે. તેમને એવું લાગે છે કે બહાર જવાથી કે બીજા સાથે વાત કરવાથી તેમનો મોબાઈલ વાપરવાનો સમય ઓછો થઇ જશે.

તમારે પોતાના બાળકની પ્રવૃતિઓ પર ધ્યાન રાખવું જોઈએ. જયારે ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો તમારે ડોક્ટરને બતાવાવું જોઈએ. વાલીઓએ ત્યારે સમજી જવું જોઈએ કે જયારે તેમનું બાળક સામાન્ય હરકતો કરવાનું બંધ કરી દે છે અને સ્માર્ટફોન તેની દિનચર્યાનો એક ભાગ બની જાય છે.

સ્વાસ્થ્યના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 18 મહિનાથી નાના બાળકો માટે મોબાઈલનો વપરાશ ન હોવો જોઈએ, 18 મહિનાથી 2 વર્ષના બાળકોને થોડી વાર માટે મોબાઈલ આપવો યોગ્ય છે, જયારે 2થી 5 વર્ષની ઉંમરના બાળકોને એક કલાકથી વધુ મોબાઈલ ન આપવો જોઈએ.

શાળાએ જતા બાળકોને મોબાઈલ 1થી 2 કલાક સુધી આપબો જોઈ પણ એ પણ માતાપિતાની દેખરેખ હેઠળ. અને તમારા બાળક પણ નજર રાખો કે જો તેના વ્યવહારમાં કોઈ પણ બદલાવ આવે તો ડોક્ટરને જરૂર બતાવો.

જો આ બીમારીના લક્ષણો પર વધુ સમય સુધી ધ્યાન ન આપવામાં આવે તો બ્રેન ડેમેજ થઇ શકે છે. એનાથી મગજની પ્લાનિંગ કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા બધું જ ઓછું થવા લાગે છે. મોબાઈલ અને ટેબ્લેટ જેવા ઉપકરણો ખરાબ નથી પરંતુ તેમનો વધુ પડતો વપરાશ ખરાબ છે. તેનાથી બાળકોના મગજ પર વિપરીત અસર થાય છે.