અજબગજબ

ભંગાર વેચવાના કારણે પિતાને સાંભળવા પડતા હતા લોકોના મહેણાં, દીકરાએ NEETની પરીક્ષા પાસ કરી લોકોની બોલતી કરી બંધ

ઘણા એવા લોકો હોય છે જે મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પોતે મહેનત મજૂરી કે ગમે તેવા કામ કરીને પણ પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના કુશીનગરમાંથી. જ્યાં એક પિતા ભંગારનો વ્યવસાય કરી અને દીકરાને ભણાવતા હતા, ગામના લોકો પણ તેમના નામ ઉપર હસી રહ્યા હતા ત્યારે દીકરાએ NEETની પરીક્ષા પાસ કરીને એ બધા જ લોકોના મોઢા ઉપર તાળા લગાવી દીધા છે અને આજે બધે જ તેની પ્રસંશા પણ થઇ રહી છે.

Image Source

આ યુવક છે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં રહેતો અરવિંદ કુમાર. જેને NEETની પરીક્ષાની અંદર 620 અંક મેળવ્યા છે. તેના પિતા ભિખારી કુમાર જમશેદપુરની ગલીઓમાં સાઇકલ રીક્ષા ઉપર ભંગારનો સામાન ઉઘરાવતા હતા. અને લોકો તેમના નામ ઉપર હસતા પણ હતા ત્યારે દીકરાએ મહેનત કરી અને પોતાના પિતાનું સપનું સાકાર કર્યું છે અને લોકોની બોલતી બંધ કરી છે.

પરિવારને ગામમાં સન્માન અપાવવા, પિતાની શરમને ગર્વમાં બદલવાના ઈરાદાથી અરવિંદ બે વર્ષ પહેલા રાજસ્થાનના એજ્યુકેશન કોચિંગ શહેર કોટામાં આવ્યો હતો. અહીંયા તેને મેડિકલ પરીક્ષાની તૈયારી કરી અને હવે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની તૈયારી છે. ડોક્ટર બનીને તે પોતાના માતાપિતાનું સપનું પૂર્ણ કરવા માંગે છે. અરવિંદે નીટ-2020માં 620 અંક મેળવ્યા. ઓલ ઇન્ડિયા 11603 અને ઓબીસી કેટેગરીમાં રેન્ક 4392 મેળવ્યો.

Image Source

અરવિંદ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને અને પરિવારને આપે છે. અરવિંદે જણાવ્યું કે તેના પિતા ભિખારી કુમાર 5માં ધોરણ સુધી જ ભણ્યા છે. જયારે તેની મા લલિતા દેવી ક્યારેય સ્કૂલમાં જ નથી ગઈ. અરવિંદ પોતાના પિતાનું અપમાન જોઈને જ મોટો થયો.

અરવિંદ જણાવે છે કે તેના પિતાને પરિવારનું ભરણ-પોષણ કરવા માટે લગભગ 2 દશક પહેલા જમશેદપુર આવવું પડ્યું. થોડા વર્ષો પછી બાળકોના સારા અભ્યાસ માટે ભિખારી તેના પરિવારને ગામ કુશીનગરથી શહેરમાં લઈ આવ્યા.

Image Source

અરવિંદને 10માં ધોરણમાં 48.6 ટકા મળ્યા જ્યારે 12માં ધોરણમાં તેને 60 ટકા મળ્યા. અરવિંદે 12માં ધોરણમાં જ પોતાના પિતાનું સપનું પૂર્ણ કરવાનું નક્કી કરી લીધું હતું. તેને સતત 9 વર્ષ સુધી પરીક્ષા આપી પરંતુ તેને સફળતા નહોતી મળી.

2018માં અરવિદ કોટા ચાલ્યો ગયો. એક મીડિયા સાથે વાત કરતા તેના પિતા ભિખારીએ જણાવ્યું કે તે દીકરાના અભ્યાસ માટે 12-15 કલાક કામ કરતા હતા.અને 6 મહિનામાં તે ક્યારેક જ પોતાના પરિવારને મળતા.

Image Source

અરવિદ પણ ઓર્થોપીડીક સર્જન બનીને લોકોને સેવા કરવા માંગે છે. તેના પિતા ભિખારીને પણ અરવિંદ ઉપર ગર્વ છે.