જો તમે પણ બર્ગર ખાવ છો તો સાવધાન ! બર્ગરમાંથી નીકળ્યો ઝહેરીલો વીંછી જેવો કીડો, યુવકે બર્ગરનું બાઇટ લીધુ અને પછી જોયુ તો…

તમને યાદ હોય તો થોડા સમય પહેલા ખાવામાં વંદો નીકળવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે, કોઇની સાથે રેસ્ટોરન્ટમમાં  આવી ઘટના બની છે, તો કોઇની સાથે પેક ફૂડમાં વંદો કે કોઇ જીવજંતુ નીકળવાની ઘટના બની છે, જેના સમાચાર સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા, ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને બર્ગરમાંથી વીંછી જેવો કીડો નીકળવાની ઘટના બની છે, હાલ આ યુવકની તબિયત ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

જયપુરના મેકડોનાલ્સ રેસ્ટોરન્ટમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. અહીં મિત્ર સાથે પહોંચેલ એક યુવક બર્ગર સાથે અડધો વીંછી ખાઇ ગયો. અચાનક તેને મોઢામાં બર્ગરનો અજીબ સ્વાદ આવ્યો અને તેણે બર્ગરમાં જોયુ તો તેને વીંછી નજર આવ્યો. રાજસ્થાનના જયપુરમાં એક યુવક તે સમયે હેરાન રહી ગયો જયારે તેના મોંમાં વીંછીનો અડધો ભાગ ચાલ્યો ગયો. અચાનકથી યુવકને બર્ગરનો ટેસ્ટ અજીબ લાગ્યો. તેણે તેમાં જોયુ તો વીંછી અ઼ડધો નજર આવ્યો.

જે બાદ તેને ખબર પડી કે તે વીંછીનો અડધો ભાગ ખાઇ ચૂક્યો છે. તે બાદ યુવકની તબિયત બગડવા લાગી અને તેનો મિત્ર તેને તરત જ હોસ્પિટલ લઇને ગયો, જયાં ડોક્ટરોએ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. ત્યાં  જ યુવકે રેસ્ટોરન્ટના મેનેજર વિરૂદ્ધ જવાહર સર્કલ પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે.

પ્રતિકાત્મક તસવીર

જવાહર સર્કલ પોલિસ અનુસાર શાંતિ કોલોની એરપોર્ટ રોડનો રહેવાસી તરુણ સૈની જે 22 વર્ષનો છે, તે તેના મિત્ર સાથે 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યાના સુમારે રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા ગયો હતો, ત્યાં તેણે બે બર્ગર ઓર્ડર કર્યા હતા અને તેમાંથી એક તેના મિત્રએ ખાધો હતો જયારે એક તરુણે. તે બાદ તેણે બર્ગર ખાધુ અને તેને અજીબ સ્વાદ આવ્યો જેથી તેણે બર્ગરમાં  જોયુ તો વીંછીં જોવા કીડાનો અડધો ભાગ તેને જોવા મળ્યો. તે જોતા જ તરુણ ગભરાઇ ગયો અને રેસ્ટોરન્ટમાં હંગામો મચી ગયો. બંનેએ સ્ટાફને પૂરા મામલે  વાત કરી અને યુવકનો આરોપ છે કે ફરિયાદ કરવા પર ત્યાં હાજર સ્ટાફે બર્ગર છીનવી લઇ તેને અલગ કરી દીધુ.

પ્રતિકાત્મક તસવીર

યુવકોએ રેસ્ટોરન્ટના મેનેજર પર અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકનો આરોપ છે કે હંગામા દરમિયાન મેનેજરે તેને ધમકી પણ આપી હતી. રેસ્ટોરન્ટ પર આરોપ લગાવનાર તરુણ જયપુરનો રહેવાસી છે. તે સાંગાનેર વિસ્તારમાં રહે છે. તે તેની એક મહિલા મિત્ર સાથે ત્યાં પહોચ્યો હતો.

Shah Jina