વરસાદમાં રસ્તા પર સ્કૂટી બગડતા ચાલુ કરવાનો ટ્રાય કરતો હતો પ્રેમી, પાછળ બેઠેલી પ્રેમિકા સાથે થયું એવું કે… જુઓ વીડિયો

આ વર્ષે આખા દેશમાં ઠેર ઠેર સારો એવો વરસાદ જોવા મળ્યો છે.  વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા અને રોડ રસ્તા બધું જ પાણી પાણી થઇ ગયું હતું. આ દરમિયાન ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં આ પાણીના ભયાનક દૃશ્યો જોવા મળ્યા તો ઘણા વીડિયો પેટ પકડીને હસવાનારા પણ હતા. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વરસાદની મોસમમાં ભારતના રસ્તાઓની હાલત વિશે આપણે બધા જાણીએ છીએ. ક્યારેક રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે તો ક્યારેક કાદવ ફેલાય છે. આવી સ્થિતિમાં રોડ પર દોડતા વાહનો ક્યારેક સ્લીપ થતા કે નુકસાન થતા જોવા મળે છે. ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયો જોઈને લોકો હસવા માટે મજબુર થઇ ગયા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટી રોડ પર જ બગડી ગઈ છે. વરસાદના પાણીમાં ગંદા થવાથી બચવા માટે ગર્લફ્રેન્ડ ખરાબ સ્કૂટી પરથી નીચે ઉતરવાનું ટાળે છે અને તેનો બોયફ્રેન્ડ સ્કૂટીને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે. પરંતુ તે પછી જે બન્યું તેની કોઈને પણ અપેક્ષા નહોતી. આ આખી જ ઘટના દૂર કોઈ કેમેરામાં કેદ થતા જ વીડિયો વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્કૂટી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરતી વખતે બોયફ્રેન્ડનું બેલેન્સ બગડે છે અને સ્કૂટી પડવા લાગે છે. સ્કૂટીની સાથે તેના પર બેઠેલી ગર્લફ્રેન્ડ પણ રસ્તા પર પડે છે અને વરસાદના ગંદા પાણીમાં તરબોળ થઈ જાય છે. કેટલાક લોકો મજાકમાં એમ પણ કહેતા જોવા મળ્યા હતા કે છોકરાએ જાણી જોઈને આવું કર્યું હશે જેથી છોકરીને સબક શીખવાડી શકાય. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel