વાયરલ

ખબર નહિ હવે બીજું શું જોવાનું બાકી રહ્યુ છે…આધેડ પ્રેમી સાથે ગલીમાં રોમાન્સ કરતી સ્કુટી ગર્લનો વીડિયો જોઇ લોકો બોલ્યા- વાહ ચાચા વાહ

ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જેની બધી જગ્યાએ બોલબાલા છે. બાળક હોય કે વૃદ્ધ, સૌ કોઇ સોશિયલ મીડિયા ફ્રેન્ડલી બની ગયા છે, સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળશે તે વિશે કંઈ કહી શકાય નહીં. અહીં દરરોજ અજીબોગરીબ વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોયા પછી બધા ચોંકી જાય છે. તો કેટલાક એવા ફની હોય છે કે તે વીડિયો આપણે વારંવાર જોઇ હસીએ છીએ.

હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં એક છોકરી અને એક આધેડ વયના કાકાની કહાની પોતાનામાં જ આશ્ચર્યજનક છે. વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે પ્રતિક્રિયા આપશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી સ્કૂટી પાસે ઉભી છે અને એટલામાં જ તેની સામે એક માણસ દેખાયો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે યુવતી મોબાઈલમાં વ્યસ્ત છે.

આધેડ વયની ઉંમરના કાકા આવતાની સાથે જ તે છોકરીની પાસે ઉભા રહે છે અને પછી બંને એકબીજાને ગળે લગાવે છે. ત્યારપછી તે વ્યક્તિ છોકરીને પોતાના ખોળામાં ઊંચકીને સ્કૂટી પર બેસાડી દે છે. આ પછી માણસ બધી હદ વટાવે છે. તે છોકરી સમક્ષ ઘૂંટણિયે પડે છે. જોકે થોડા સમય પછી શું થાય છે તે જોવા જેવું છે. વીડિયો જોઈને લાગે છે કે કોઈ વ્યક્તિ છત પરથી પાણી ફેંકે છે. જે બાદ બંને ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા પણ ખૂબ જ ગબજ છે. એક યુઝરે લખ્યું કે મારે ઝેર ખાવું છે. એક યુઝરે લખ્યું કે બસ હવે આ જ જોવાનું બાકી રહી ગયુ હતું. એક યુઝરે લખ્યું કે હવે સમાજમાં બસ આ જ બાકી છે. ક્યાં જઈ રહ્યો છે આપણો સમાજ ? તમને જણાવી દઈએ કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, કારણ કે આ વિડિયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by (@flowfun._)