ખબર

ત્રણ વર્ષના માસુમ બાળકની આંખમાં રમતા રમતા ઘુસી ગઈ કાતર, અઢી ઇંચ સુધી ઊંડી ફસાઈ ગઈ અને પછી…

નાના બાળકો રમત રમત કોઈ વસ્તુ ગળી જતા હોય છે કે ક્યાંક પડી જવાના કારણે તેમને નુકશાન પણ થતું હોય છે. ઘણીવાર આવી ઘટનાઓ બાળકો માટે જીવલેણ પણ સાબિત થતી હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક 3 વર્ષના માસુમ બાળકની આંખમાં રમતાં રમતા કાતર ઘુસી ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો રાજસ્થાનમાં આવેલા નાગૌરનો છે. જ્યાં સોમવારની રાત્રે બાળક રમી રહ્યું હતું ત્યારે જ રમતા રમતા તેની આંખમાં કાતર ઘુસી ગઈ, બાળક દર્દના કારણે ચીસો પાડતું રહ્યું, રડતું રહ્યું અને જયારે પરિવારજનોએ જોયું ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા.

ગંભીર હાલતમાં બાળકને અજમેરની જેએલએન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું. જ્યાં 10 મિનિટના ઓપરેશન બાદ તેની આંખમાંથી કાતર બહાર કાઢી લેવામાં આવી, હાલમાં બાળક ઠીક છે અને તેની આંખોની રોશની પણ સહી સલામત છે. આ બાળકની આંખમાં કાતરનો આગળની ભાગ લગભગ 6 સેન્ટિમીટર એટલે કે અઢી ઇંચ સુધી ઘુસી ગયો હતો.

કાતર આંખમાં જવાની સાથે જ બાળક જોર જોરથી રડવા લાગ્યું. ખુબ જ ગંભીર હાલતમાં પરિવારજનો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં આઈ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દેવેન્દ્ર શર્મા દ્વારા તેની સારવાર કરવામાં આવી અને તરત જ સર્જરી કરીને બાળકની આંખમાંથી કાતર બહાર કાઢી લેવામાં આવી.

આ બાબતે ડોક્ટર દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, “પોસ્ટ સર્જરી બાદ બાળક એકદમ સ્વસ્થ છે. પરિવારજનોને પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે” તેમને એ પણ જણાવ્યું કે તેના પરિવારજનો ખુબ જ ડરી ગયા હતા. આંખના નીચેના ભાગમાં 6 સેમી સુધી કાતર ઘસુઈ ગઈ હતી. એક્સીલેરાને જબરદસ્ત ડેમેજ કર્યું હતું પરંતુ સારું રહ્યું કે આંખને કોઈપણ પ્રકારનું નુકશાન નથી પહોંચ્યું. પહેલા લોહીને રોકવામાં આવ્યું અને તેના બાદ કાતર બહાર કાઢી લેવામાં આવી.