ખબર

વૈજ્ઞાનિકોનો દાવો, ભારતમાં છે એક અલગ કોરોના વાયરસ – જાણો વિગત

ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે ત્યારે હવે હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના સંક્રમિત લોકોમાં એક અલગ પ્રકારના કોરોના વાયરસ (SARS-CoV2) શોધ્યો છે. તેમનો દાવો છે કે હાલ આ દક્ષિણના રાજ્યો – તામિલનાડુ અને તેલંગાણામાં વધુ મળી આવ્યો છે.

Image Source

વૈજ્ઞાનિકોએ વાયરસના આ વિશેષ સમૂહને CLADE-A3i નામ આપ્યું છે જે ભારતમાં જિનોમ સિક્વન્સના 41 ટકા સેમ્પલ્સમાં મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ 64 જિનોમનાં સિક્વન્સ તૈયાર કર્યા છે. CCMB એ જણાવ્યું કે માનવામાં આવી રહ્યું છે કે આ સમૂહ ફેબ્રુઆરી 2020માં વાયરસથી પેદા થયો અને દેશભરમાં ફેલાઈ ગયો. આમાં ભારતથી લેવામાં આવેલા SARS-CoV2 જિનોમનાં બધા જ સેમ્પલોના 41 ટકા અને સાર્વજનિક કરવામાં આવેલા વર્લ્ડ જિનોમનાં સાડા ત્રણ ટકા છે.

CCMB ના ડિરેક્ટર અને રિસર્ચ પેપરના કો-રાઇટર રાકેશ મિશ્રાએ કહ્યું કે તેલંગાણા અને તામિલનાડુથી લેવામાં આવેલા મોટાભાગના સેમ્પલ CLADE-A3i જેવા છે. મોટાભાગના સેમ્પલ ભારતમાં કોવિડ-19 ફેલાવાની શરૂઆતના દિવસોના છે. દિલ્હીની મળેલા સેમ્પલમાં આની થોડી સમાનતા છે, પણ મહારાષ્ટ્ર અને ગુજરાતના સેમ્પલો સાથે કોઈ સમાનતા નથી. કોરોના વાયરસનો આ ટાઈપ સિંગાપોર અને ફિલીપિંઝમાં મળેલા કેસો જેવો છે.

Image Source

સાથે જ CCMB એ કોરોના ટેસ્ટિંગ માટે સૌથી વધુ વપરાતી રીત RT-PCR ને સરળ, ઝડપી અને ઓછી ખર્ચાળ બનાવવા માટે નવી રીત શોધી છે. આ રીત ઝડપી અને સુવિધાજનક છે સાથે જ સચોટતામાં પણ પારંપરિક રીત બરાબર છે. એવામાં એને મોટા પાયે સ્ક્રીનિંગ માટે વાપરી શકાય છે, અને અડધો સમય લાગે છે, અને હાલની રીત કરતા આ 40% સસ્તી પણ છે. CCMB તરફથી આ નવી ટેસ્ટિંગ ટેક્નિક સાથે જોડાયેલા ડેટ ICMR ને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.