ખબર

લોકડાઉન ઉપર WHO વૈજ્ઞાનિકની ખતરનાક ચેતવણી, જાણો શું કહ્યું

જે લોકો લોકડાઉન-લોકડાઉન કરે છે એના માટે WHOનાં મુખ્ય વૈજ્ઞાનિકનો જવાબ સાંભળી લો

દુનિયાના મોટાભાગના દેશો સાથે ભારતમાં પણ કોરોનાની બીજી લહેર આવી ચુકી છે. કોરોનાની આ બીજી લહેર ખુબ જ ખતરનાક દેખાઈ રહી છે. પહેલા જેટલા કેસ આવતા હતા તેના કરતા પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આ સમય ચિંતાજનક પણ છે. દેશના ઘણા ક્ષેત્રોમાં આંશિક લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે WHOના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને પણ ચેતવણી આપી છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામિનાથને લોકડાઉનને લઇ કહ્યું છે કે તેના પરિણામ ભયાનક હશે. સાથે જ તેમને વેક્સિનને લઈને પણ પોતાનું નિવેદન આપ્યું છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે ત્રીજી લહેર વિશે વિચારવા અને પર્યાપ્ત લોકોને રસી લગાવવા સુધી આપણે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરવો પડશે.

તમને જણાવી દઈએ કે WHOએ કોવીશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 8-12 અઠવાડિયાની ગેપ રાખવાની સલાહ આપી હતી. આ ગેપ ઉપર સામીનાથને કહ્યું કે તેને વધારી શકાય છે. જો કે બાળકોને વેક્સિન આપવાની સલાહ નથી આપવામાં આવી. તેમને કોરોના મહામારીના નિયંત્રણમાં લોકોની ભૂમિકા ઉપર પણ જોર આપ્યું છે.

WHOના રિજનલ ડાયરેક્ટર પૂનમ ખેત્રપાલની માનીએ તો લોકોને વેક્સિન આપવાની કડીમાં પણ ભારતથી આગળ ફક્ત અમેરિકા છે. ભારતમાં દરરોજ 26 લાખ વેક્સિન આપવામાં આવી રહ્યા છે. તો અમેરિકામાં પ્રતિદિવસ 30 લાખ વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યા છે. WHO દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વેક્સિનના વ્યાપને વધારવાની જરૂર છે.