જાણવા જેવું ધાર્મિક-દુનિયા

અંધવિશ્વાસ નહિ વિજ્ઞાન, જાણો 12 હિન્દૂ પરંપરા અને તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન

વિવાહિત મહિલાઓએ સિંદૂર લગાવવાથી લઈને ચરણ સ્પર્શ કરવા, 12 હિન્દૂ પરંપરા જાણીને વિજ્ઞાન ખળભળી જશે

ધાર્મિક રીતે ઘણી એવી પરંપરાઓ સદીઓથી ચાલતી આવી છે જેને આજે પણ લોકો માને છે અને તેનું પાલન કરે છે. તેનું ઉદાહરણ ભારતીય ગ્રંથો અને પુરાણોમાં પણ જોવા મળે છે. એવામાં આજે અમે તમને એવી 12 હિન્દૂ પરંપરાઓ વિશે જણાવીશું જેનું ધાર્મિક રીતે તો મહત્વ છે જ  પણ વૈજ્ઞાનિક રૂપે પણ તેનું ખાસ મહત્વ અને ફાયદો છે.

Image Source

1. બંન્ને હાથને જોડીને નમસ્કાર કરવું:
જ્યારે ભારતીઓ કોઈને મળે છે કે ઘરે કોઈ મહેમાન આવે છે તો તેઓ બંન્ને હાથ જોડીને નમસ્કાર કરે છે. જે સારા સંસ્કાર તો દર્શાવે જ છે અને તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જ્યારે બંન્ને હાથ જોડીને નમસ્કાર કરવામાં આવે છે ત્યારે હાથની આંગળીઓનો ઉપરનો ભાગ એકબીજાને સ્પર્શ થાય છે. આ ભાગ કાન,આંખ અને મગજના પ્રેશર પોઇન્ટ હોય છે, નમક્સર કરતી વખતે આ પ્રેશર પોઇન્ટ સક્રિય થઇ જાય છે જેનાથી તમે લાંબા સમય સુધી કોઈને યાદ રાખી શકો છો.

Image Source

2. માથા પર તિલક લગાવવું:
માથા પર તિલક લગાવવાથી તે શરીરને એકાગ્ર રાખવામાં મદદ રાખે છે. આ સિવાય તિલક શરીરની ઉર્જાને નષ્ટ કરવાથી બચાવે છે. આજના સમયમાં પણ પૂજાના સમયે તિલક ચોક્કસ લગાવવામાં આવે છે.

Image Source

3. નદીમાં સિક્કા ફેંકવા:
મોટાભાગે લોકોને નદીમાં સિક્કા ફેંકતા જોવામાં આવ્યા છે. સિક્કો ફેંકવો ભાગ્ય માટે સારું માનવામાં આવે છે, લોકો પોતાની ઇચ્છઓ મનમાં બોલીને સિક્કો ફેંકતા હોય છે. જો કે વૈજ્ઞાનિક રૂપે તેનું એ મહત્વ છે કે સિક્કો કોપરનો બનેલો હોય છે અને તેને પાણીમાં ફેંકવાથી કોપર પાણીમાં ભળી જાય છે. આ કોપર યુક્ત પાણી પીવાથી શરીરમાં કોપરનું સંતુલન બનેલું રહે છે.

Image Source

4. જમીન પર બેસીને ભોજન કરવું:
મોટાભાગે ભારતીય લોકો જમીન પર બેસીને જ ભોજન કરે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે જમીન પર બેસીને જમવાથી શરીર શાંત રહે છે અને ભોજન પચવાની ક્ષમતા પણ વધે છે.

Image Source

5. વિવાહિત મહિલાઓએ સિંદૂર લગાવવું:
લગ્ન પછી માથામાં સિંદૂર લગાવવું વિવાહિત હોવાની નિશાની માનવામાં આવે છે. વૈજ્ઞાનિક મહત્વ એ છે કે સિંદૂર હળદર, ચૂનો અને પારા ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે માટે તેને લગાવવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને શરીર તણાવમુક્ત રાખવામાં પણ મદદ કરે છે.

Image Source

6. મસાલેદાર ભોજન પછી મીઠું ખાવાની પ્રથા:
મોટાભાગે લોકો જમ્યા પછી કંઈક મીઠું ખાવાનું પસંદ કરતા હોય છે.મસાલેદાર ભોજન પાચક રસ અને એસિડને સક્રિય કરવામાં મદદ કરે છે જેનાથી શરીરમાં ભોજન પચાવવાની ક્રિયા સારી રીતે થાય છે અને જમ્યા પછી મીઠું ખાવાથી બનતો કાર્બોહાઇડ્રેટ પચેલા ભોજનને નીચે ખેંચી લે છે.

Image Source

7. મંદિરોમાં ઘંટી વગાડવી:
દુનિયાભરના દરેક મંદિરોના દરવાજા પર ઘંટી લગાડેલી હોય છે. ઘંટી ગણતી વગાડવાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તેની ગુંજ સાત સેકન્ડ સુધી રહે છે, જે આપણા શરીરના સાત હીલિંગ કેન્દ્રોને સક્રિય કરી દે છે. જેનાથી મગજમાં આવતા નકારાત્મક વિચારો દૂર થઇ જાય છે.

Image Source

8. પીપળાના ઝાડની પૂજા કરવી:
હિન્દૂ ધર્મમાં પીપળાના ઝાડને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોના આધારે પીપળો એક એવું ઝાડ છે જે દિવસના 24 કલાક ઓકિસજન વાયુ છોડે છે.

Image Source

9.સૂર્ય નમસ્કાર કરવા:
જયારે પણ યોગની વાત કરવામાં આવે ત્યારે દરેકના મનમાં સૂર્યનમસ્કાર સૌથી પહેલા આવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને તે શરીરને ઉર્જાવાન પણ રાખે છે.

Image Source

10. ઉત્તર દિશા તરફ મોં રાખી ન સૂવું:
હિન્દૂ ધર્મમાં ઉત્તર તરફ મોં રાખી સૂવું અશુભ માનવામાં આવે છે, વૈજ્ઞાનિક રૂપે કહેવામાં આવે છે કે ઉત્તર તરફ સૂવાથી પૃથ્વીની જેમ શરીરમાં ચુંબકીય ક્ષેત્ર હોવાથી તે વિષમ થઇ જાય છે. જેને લીધે શરીરમાં બ્લડ પ્રેશર, માથાનો દુઃખાવો જેવી સમસ્યાઓ થઇ શકે છે.

Image Source

11. ઉપવાસ કરવો:
હિન્દૂ ધર્મમાં અમુક ખાસ મૌકાઓ પર ઉપવાસ કરવામાં આવે છે, વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપવાસ કરવાથી શરીરની પાચનક્રિયાને અમુક સમય સુધી આરામ લઈ શકે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

Image Source

12. ચરણ સ્પર્શ કરવા:
ભારતીય રિવાજોમાં વડીલોને નીચે ઝૂકીને ચરણ સ્પર્શ કરવાની પ્રથા છે, જે આશીર્વાદ મેળવવાનો સૌથી સારો ઉપાય છે. વૈજ્ઞાનિક રૂપે જણાવવામાં આવ્યું છે કે માથાથી લઈને પગ સુધી નસ(રગ)જયારે કોઇના ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે શરીરની ઉર્જા શક્તિ એકબીજામાં જોડાઈ જાય છે જેનાથી શરીરમાં ઉર્જાનું વહન થાય છે.