જાણવા જેવું ધાર્મિક-દુનિયા

હિન્દુ ધર્મની આ 10 પરંપરાઓ પાછળ છુપાયેલા છે વૈજ્ઞાનિક કારણ, વાંચીને તમે પણ કહેશો કે આ સત્ય છે

હિન્દુ ધર્મ તેની માન્યતાઓ અને રિવાજોના કારણે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, અને તેના કારણે જ વિદેશીઓ પણ આપણી ઘણીં પરંપરાઓ અને રિવાજોને અનુસરવા લાગ્યા છે. પરંતુ આ રિવાજો પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે, વિજ્ઞાન પણ આપણા આ રિવાજોને સલામ કરે છે, આપણને પણ નહિ ખબર હોય આ વાત પરંતુ વિજ્ઞાને આ વાતની સંપૂર્ણ પુષ્ટિ કરી દીધી છે, તમે પણ વાંચીને કહેશો કે હા, આ વાત સાચી છે, ચાલો જોઈએ એવી 10 પરંપરાઓ.

Image Source

સેંથામાં સિંદૂર ભરવું:
લગ્ન કરેલી મહિલાઓને આપણે જોઈએ છીએ કે તે પોતના માથામાં સિંદૂર લગાવે છે, આપણા ધર્મ પ્રમાણે એ પરણિત હોવાની નિશાની છે પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એ સિંદૂર લગાવવાથી શરીરનું બ્લડપ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે, કારણ કે સિંદૂરની અંદર હળદર, ચૂનો અને મરકરી હોય છે. સિંદૂર યૌન ઉત્તેજક પણ છે જેના કારણે વિધવા મહિલાઓને સિંદૂર લગાવવાની આપણા ધર્મમાં મનાઈ ફરમાવી છે.

Image Source

ચરણસ્પર્શ કરવા:
આજકાલ ચરણસ્પર્શ કરવામાં આજના યુવાનો ખચકાટ અનુભવે છે પરંતુ ચરણસ્પર્શ કરવાને વિજ્ઞાન પણ સલામ કરે છે. જયારે આપણે કોઈના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે હાથની નસોમાંથી થઈને સમવાળાના પગ દ્વારા તેમના હાથમાંથી આપણા શરીરમાં એક ચક્ર પૂર્ણ કરીને પ્રવેશે છે.

Image Source

ચાંદલો કરવો:
આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગે અને કેટલાક ધર્મોમાં ચાંદલો કરવાની પણ એક પરંપરા છે, પરંતુ તેની પાછળ પણ એક વજ્ઞાનિક કારણ રહેલું છે. કપાળ ઉપર અને બે આંખોની માધ્યમ કંકુનો ચાંદલો કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે, તેનાથી ધ્યાનકેંદ્રિત થાય છે, આંખોથી માથા સુધી જવા વળી નસની અંદર એનર્જી બનેલી રહે છે અને ચહેરાની કોશિકાઓમાં પણ લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે છે.

Image Source

નમસ્કાર કરવું:
ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ઘણા લોકો બે હાથ જોડીને કોઈને નમસ્તે કરતા હોય છે, આપણે પણ ઘણીવાર આવી જ રીતે કોઈને નમસ્કાર કર્યા હોય છે, મોટાભાગે હોટેલ અને પ્લેનમાં આ નમસ્કાર વધુ કરવામાં આવે છે, પરંતુ તેની પાછળ પણ એક વિજ્ઞાનિક કારણ રહેલું છે, જયારે તમે બે હાથ જોડો છો ત્યારે તમારા બંને હાથમાં એક્યુપ્રેશર થાય છે અને તેના દ્વારા તમારી આંખ, કાન અને દિમાગ ઉપર તેની સારી અસર પણ પડે છે. આ ઉપરાંત નમસ્કાર કરવાથી સામેવાળી વ્યક્તિ સાથે પોતાનો હાથ નથી મિલાવવો પડતો જેના કારણે સામેવાળી વ્યક્તિમાં રહેલા બેક્ટરિયા પણ આપણા શરીરમાં નથી પ્રવેશતા.

Image Source

જમીન ઉપર બેસીને ભોજન લેવું:
આજે મોટાભાગના ઘરોમાં ડાઇનિંગ ટેબલ પહોંચી ગયા છે, તો પ્રસંગોમાં પણ બુફે જમવાનું આવી ગયું જેના કારણે જમીન ઉપર બેસીને જમવાની પ્રથા આજે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. પરંતુ વજ્ઞાનિક કારણોની રીતે જોવા જઈએ તો પલાંઠી વાળીને બેસવું એ એક યોગ છે અને આ રીતે પલાંઠી વાળીને જમવા બેસવાથી દિમાગ શાંત રહે છે અને પાચનક્રિયા પણ ઝડપી બને છે.

Image Source

માથામાં ચોટલી:
આપણે ત્યાં બ્રામ્હણોમાં જોઈએ છીએ કે તે લોક્કો માથામાં ચોટલી રાખે છે. પરંપરા ઉપરાંત વજ્ઞાનિક રીતે જોઈએ તો માથામાં જે જગ્યાએ ચોટલી રાખવામાં આવે છે એ જગ્યા ઉપર મગજની બધી જ નશો ભેગી થાય છે જેના કારણે એકાગ્રતા વધે છે, તેમજ ગુસ્સો પણ શાંત રહે છે અને વિચારશક્તિમાં પણ વધારો થાય છે.

Image Source

કાન છૂંદાવવો:
આપણે ત્યાં દીકરી નાની હોય ત્યારે જ તેનો કાન છૂંદાવવામાં આવે છે. તે એક પરંપરાના રૂપમાં આપણે જોઈએ છીએ પરંતુ તેની પાછળ પણ એક વજ્ઞાનિક કારણ છે. તેનાથી માણસની વિચારશક્તિમાં વધારો થાય છે. તેનાથી વ્યક્તિની બોલી પણ સારી બને છે અને કાનથી મગજ સુધી જવા વાળી નસોમાં પણ લોહીનું પરિભ્રમણ નિયમિત રૂપે થાય છે.

Image Source

ઉપવાસ રાખવો:
ઉપવાસ રાખવાની પરંપરા તો વર્ષો જૂની છે આજે પણ કોઈ માતાજી કે ભગવાનના નામ ઉપર કોઈને કોઈ ઉપવાસ તો જરૂર રાખે છે, વજ્ઞાનિક રીતે કારણ જોઈએ તો ઉપાવસ રાખવાના કારણે પાચનક્રિયા વ્યવસ્થિત જળવાય છે, એક રિસર્ચ પ્રમાણે જે લોકો ઉપવાસ રાખે છે તેમને કેન્સરનો પણ ખતરો રહેતો નથી અને હૃદયની બીમારીઓ અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ થવાનો ખતરો પણ ઓછો રહે છે.

Image Source

મૂર્તિ પૂજા:
આપણે કોઈ મંદિરમાં જઈને મૂર્તિ સામે ઉભા રહી તેની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન ઈશ્વરમાં જ કેન્દ્રિત હોય છે, મૂર્તિ પૂજા પાછળનું વજ્ઞાનિક કારણ પણ આજ છે, જયારે મૂર્તિની સમક્ષ તમે ઉભા હોય ત્યારે તમારું ધ્યાન મૂર્તિમાં જ કેન્દ્રિત થાય છે.

Image Source

તુલસી પૂજા:
ઘણા ઘરમાં આજે પણ તુલસીની પૂજા કરવામાં આવે છે, તુલસીને એક દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. વિજ્ઞાન અને આયુર્વેદની રીતે જોઈએ તો તુલસીમાં ઘણા ઔષધીય ગુનો રહેલા છે તે બીમારીઓ દૂર કરવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. આ સિવાય તુલસી ઘરના આંગણે હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ પ્રવેશતી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.