ખબર

વિધાર્થીઓ થઇ જાવ તૈયાર, આ તારીખથી શાળા અને કોલેજ ખુલશે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

કોરોનાને લઈને માર્ચ મહિનાથી ગુજરાતની શાળાઓ બંધ હતી. પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. દેશના અમુક રાજ્યમાં શાળાઓ શરૂ થઇ ગઈ છે ત્યારે ગુજરાતમાં શિક્ષણમંત્રી દ્વારા આજે શાળા ખોલવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહે જાહેરાત કરી છે કે, 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. આ સાથે જ ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે.

Image Source

કોરોનાને લઈને શૈક્ષણિક સત્ર  લંબાવવામાં આવ્યું છે. શાળાનું બીજું સત્ર 150થી 155 દિવસનું હશે. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

Image source

સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે. સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે. કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે.