ખબર

રૂપાણી સરકારે શાળા ખોલવાને લઈને આપ્યો રૂપાળો નિર્ણય, આ બાદ જ શાળાઓ ખુલશે

એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. દરરોજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. આ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા એક પ્રજાલક્ષી નિર્ણય  કરવામાં આવ્યો છે.

Image Source

દેશભરમાં આગામી 21 સપ્ટેમ્બરથી શાળા અને કોલેજ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શાળા ખોલવાને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે.

Image Source

આજે શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં શાળા ખોલવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની કર્યા બાદ જ સરકાર શાળા ખોલવા અંગે નિર્ણય કરશે.

Image Source

નોંધનીય છે કે, 16 માર્ચથી તમામ શાળા અને કોલેજ બંધ છે. લગભગ 6 મહિનાથી શાળાઓ બંધ છે. સરકાર દ્વારા શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
જણાવી દઈએ કે, ગજરાતમાં દરરોજ 1300થી વધુ કેસ આવી રહ્યા છે. હજુ પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.