ખબર

બ્રેકીંગ ન્યુઝ: પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી વસૂલશે? ગુજરાત હાઈકોર્ટ આદેશ આપી દીધો છે, જલ્દી વાંચો માહિતી

છેલ્લા કેટલી સમયથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ચાલી રહેલા વિધાર્થીઓની ફી મુદ્દામાં હાઇકોર્ટ દ્વારા આજે પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી વસૂલી શકશે એ અંગેનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે.

Image Source

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શાળાઓ ખુલે નહિ ત્યાં સુધી શાળા સંચાલકો વિદ્યાર્થી પાસેથી ફી લઇ શકશે નહીં, જેની રજુઆત ખાનગી શાળા સંચાલકોએ હાઇકોર્ટ સમક્ષ કરી હતી અને હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારના પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે હાઇકોર્ટે ફી વસૂલવા બાબતે પ્રાઇવેટ શાળાઓને આદેશ આપ્યો છે.

Image Source

હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી શાળાઓ ટ્યુશન ફી સિવાયની બીજા કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત ફી માટે પણ વાલીઓને સરળ હપ્તાની પણ વ્યવસ્થા કરી શકાય તેવું ખાનગી શાળાઓને જણાવવામાં આવ્યું છે.

Image Source

કોર્ટ દ્વારા કડક શબ્દોમાં આદેશ કર્યો છે કે કોરોનાના ખતરાના કારણે ઘણા વાલીઓને નોકરી ગુમાવાનો પણ વારો આવ્યો છે. ઘણા વાલીઓના પગારમાં પણ કાપ મુકાયો છે જેના કારણે તેઓ તમામ ફી ચૂકવી શકે તેમ નથી. કોરોનાની સ્થિતિમાં શાળાઓએ પણ ટકી રહેવું મુશ્કેલ છે.

Image Source

હાઇકોર્ટ ધ્વરા જણાવવામાં આવ્યું કેઓનલાઈન શિક્ષણમાં શાળા સંચાલકો ટ્યુશન ફી સિવાય અન્ય ટ્રાન્સપોર્ટેશન ફી, સ્પોર્ટસ ફી ન ઉઘરાવી શકે. શાળાઓએ આ કપરા સમયમાં થોડાક મહિના નોન પ્રોફિટ આઉટલુક અપનાવવો પડશે તેમ હાઈકોર્ટે દ્વારા જણાવવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.