ખબર

અડધી રાતે રસોડામાં બટેટાની ચિપ્સ તળવા ગઈ ભૂખી બાળકી, સવાર થઇ તો ઘર છોડીને ભાગી ગયો પરિવાર

જ્યારેથી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી લોકોની જિંદગીમાં ઘણો બદલાવ આવી ગયો છે. માણસ ઘરમાં વધુ સમય સુધી રહીને પરેશાન થઇ જાય છે. ખાસ કરીને બાળકો સૌથી વધુ હેરાન થઇ ગયા છે. બાળકોની શાળાઓ બંધ છે સાથે ટ્યુશન પણ બંધ હોય બાળકો ઘરમાં રહીને સૌથી વધુ બોર થઇ ગયા છે.

Image source

બાળકો ઘરમાં રહીને મોબાઈલનો ઉપયોગ વધુ કરતા થઇ ગયા છે. મોબાઈલના ચક્કરમાં આખી રાત જાગે છે અને દિવસે સુતા રહે છે. રાતે જાગવાને કારણે બાળકોને ભૂખ લાગી જાય છે. એક છોકરીની ભૂખ પરિવારને ભારે પડી ગઈ છે. સિડનીમાં રહેતા એક પરિવારની દીકરીને અડધી રાતે ભૂખ લાગવાને કારણે ભારે નુકસાન ભોગવવું પડયું હતું. બાળકીને અડધી રાતે ભૂખ લાગી તો તેને ખુદે જ ચિપ્સ તળવાનો ફેંસલો કર્યો હતો, પરંતુ આ ફેંસલો ઘરના બધા માટે ભારે પડી ગયો હતો. 15 વર્ષની બાળકીએ ચિપ્સ તળવાના ચક્કરમાં આખા ઘરને સળગાવી દીધું હતું.

Image source

આ મામલો 29 સપ્ટેમ્બરનો છે. સીડનીના એક ઘરમાં આગ લાગી હતી. 55 વર્ષની લિંડા બરેટ નામની મહિલા તેની ત્રણ 13,15 અને 18 વર્ષની દીકરીઓ અને કૂતરાને લઈને ઘર છોડીને જવું પડયું હતું.

Image source

15 વર્ષની બાળકીને અડધી રાતે ભૂલ લાગી હોય કોઈને ઉઠાડવાને બદલે ખુદે જ કંઇક બનાવવાનો ફેંસલો લીધો હતો. બાળકીને કડાઈમાં તેલ ગરમ કર્યું હતું. ચિપ્સ તેલમાં નાખતા જ તેલ વધુ ગરમ થઇ જવાને કારણે આગ લાગી હતી.

Image source

આ બાદ આગ કિચનથી વધીને ડાઇનિંગ રૂમ, લોન્જ અને સીડીઓ સુધી ફેલાઈ ગઈ હતી. આ આગ એટલી વિકરાણ હતી કે, તેના માટે 13 ફાયર ફાયટરોની મદદથી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દુર્ઘટનાને લઈને માતા એ દીકરીને માફ કરી દીધી હતી.

Image source

મહિલાએ ડેલી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, આ ઘટના બાદ દીકરી ઘણી પરેશાન છે. આગ લાગવાને કારણે મહિલાને 2 કરોડ 56 લાખનું નુકસાન થયું છે. બટેટાની ચિપ્સના કારણે થયેલા નુકસાન બાદ લોકોમાં ચર્ચા થઇ રહી છે. મહિલાએ જણાવ્યું હતું કે, એક વાર સળગેલું ઘર રીપેર થઇ જાય બાદમાં તે પરિવાર સાથે શિફ્ટ થશે.