“કજરા મોહબ્બત વાલા” ગીત ઉપર સરકારી સ્કૂલના ટીચરે નાની વિદ્યાર્થીનીઓ સાથે કર્યો એવો ગજબનો ડાન્સ કે જોઈને તમે પણ કાયલ થઇ જશો, જુઓ વીડિયો

થોડા દિવસ પહેલા જ રજાઓ પૂર્ણ થઇ અને શાળાઓ રાબેતા મુજબ શરૂ થઇ ગઈ, ત્યારે બાળકોના સ્કૂલે જતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. તો સોશિયલ મીડિયામાં સ્કૂલના માહોલના પણ કેટલાક વીડિયો સામે આવે છે, જેમાં શિક્ષક બાળકને કેવી રીતે ભણાવે છે અને ઈતર પ્રવૃત્તિ પણ કેવી રીતે કરાવે છે તે જોવા મળે છે.

હાલ એક શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વિદ્યાર્થીનીઓ સાથે ગજબનો ડાન્સ કરે છે, દિલ્હીની આ શિક્ષિકા વિદ્યાર્થીનીઓ સાથે આ શાનદાર ડાન્સ કરીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. વીડિયોમાં સ્કૂલની મહિલા શિક્ષિકા વિદ્યાર્થીનીઓ સાથે “કજરા મોહબ્બત વાલા” ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકોએ જોયો છે.

આ વીડિયો મનુ ગુલાટી નામના શિક્ષકે પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. બંને જગ્યાએ આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે કેટલાક લોકો ડાન્સને બિનજરૂરી ગણાવીને તેનો વિરોધ પણ કરી રહ્યા છે. મનુ ગુલાટીએ આ વીડિયો સાથે લખ્યું છે કે, “દિલ્હી શહેરના તમામ મીના બજાર લઈને. સમર કેમ્પના છેલ્લા દિવસે અમારો ડાન્સ. તે અમને સુખ અને એકતાની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો તરફ લઈ ગયો.”

શિક્ષક મનુ ગુલાટીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કોઈ લખી રહ્યું છે કે કાશ તેમની શાળામાં પણ આવા શિક્ષક હોત. તો કોઈ કહે છે કે તેમના સમયમાં આવું શિક્ષણ નહોતું. શિક્ષક મનુ ગુલાટીના વીડિયો પર કેટલાક લોકો નકારાત્મક ટિપ્પણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્કૂલમાં આ રીતે ડાન્સ કરવો યોગ્ય નથી. કેટલાક ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે જો શાળામાં ભણતી છોકરીઓને ડાન્સની જગ્યાએ પોતાની સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી હોત તો સારું થાત.

Niraj Patel