ટીચર છઠ્ઠા ભણતા વિદ્યાર્થીના સાથે ઘણી વાર રંગરેલિયો માનવી નાખી, 14 વર્ષ પછી આ રીતે ખુલ્યુ રહસ્ય તો…

એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષ પહેલા કરવામાં આવેલ ગુનાની સજા મહિલા ટીચરને હવે મળી છે. એક સ્કૂલ ટીચરને આજીવન ક્લાસમાં ભણાવવા બેન કરી દેવામાં આવે છે. આનું કારણ છે કે તેણે 14 વર્ષ પહેલા એક વિદ્યાર્થી સાથે ઇશ્ક લડાવ્યો. અહીં વાત એવી હતી કે આ મહિલા પરણિત હતી અને તેના પતિની પીઠ પાછળ તેને દગો આપી રહી હતી.

જો કે, એક કહેવત છે ને કે હકિકત છુપાવવા છત્તાં પણ નથી છુપાતી અને આ મામલે આવું જ કંઇક થયુ. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે શિક્ષકને તેના માટે સજા પણ કરવામાં આવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) 44 વર્ષીય કીલી ડીન ઈંગ્લેન્ડના મેઈડસ્ટોનમાં આવેલી ઓકવુડ પાર્ક ગ્રામર સ્કૂલમાં જિયોગ્રાફીની શિક્ષક હતી. 2008 અને 2009માં ધોરણ 6ના વિદ્યાર્થી સાથે તેનું અફેર હતું.

પરંતુ આ છોકરાએ 2020 સુધી પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. હાલમાં આ છોકરો પરિણીત છે. તેણે આ અંગે ટીચિંગ રેગ્યુલેશન એજન્સી (TRA)ને ફરિયાદ કરી હતી. તપાસ પછી, ટીઆરએની ડિસિપ્લિનરી પેનલે કીલે ડીનને દોષી ગણાવી. ટીઆરએએ કહ્યું કે શિક્ષક અને છોકરા વચ્ચે છુપીને મુલાકાતો થતી હતી.

બંનેએ એકબીજાને કિસ કરી અને સંબંધો પણ બનાવ્યા. આવું માત્ર એક જ વાર નહીં, ઘણી વખત બન્યું. એકવાર બંને હોટલમાં સાથે પણ રોકાયા હતા. ત્યાં કીલ ડીને આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા. પરંતુ શિસ્ત પેનલે સંમતિ આપી હતી કે શિક્ષકની ક્રિયાઓ બાળક માટે યોગ્ય નથી.

એજન્સીએ કહ્યું કે પીડિતના બાળકે તેમને કહ્યું કે તેણે હવે ફરિયાદ કરી છે કારણ કે આ રહસ્ય તેને અંદરથી ખાઈ રહ્યું છે. શિક્ષક રેગ્યુલેશન એજન્સીએ જણાવ્યું કે ડીન તે સમયે 30 વર્ષની હતી, જ્યારે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણમાં હતો. ઓગસ્ટ 2008માં, વિદ્યાર્થીએ ભૂગોળના શિક્ષકને પરીક્ષા અંગે મેઈલ કર્યો હતો. પછીના કેટલાક મહિનાઓ સુધી બંને વચ્ચે વાતચીત વધી અને બંનેએ એકબીજાના ફોન નંબર પણ લીધા. બંને સ્કુલમાં વાતો કરતા હતા, સાથે જ સ્કુલ પછી મૂવી જોવા જતા હતા.

બાળકે જણાવ્યું કે તે સમયે તેને લાગ્યું કે તેમના સંબંધોમાં કંઈ ખોટું નથી. તે ફિલ્મો જોવા જતો કારણ કે તે જાણતો હતો કે શિક્ષક પરિણીત છે અને બંનેને સાથે જોઈને કોઈ ગેરસમજ નહીં કરે. ડિસેમ્બર 2008માં, તેણે ડીન સાથે પ્રથમ વખત સંબંધ બાંધ્યો હતો. જાન્યુઆરી પછી બંને વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ બની ગયા. જો કે, આ સંબંધ જૂન 2009માં સમાપ્ત થઈ ગયો, કારણ કે બાળકને લાગ્યું કે લોકો તેના પર શંકા કરી રહ્યા છે.

Shah Jina