દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

42 શાળાઓમાંથી દીકરાના રિજેક્શન બાદ આ મમ્મીએ શરુ કરી ખાસ બાળકો માટે સંસ્થા

જ્યારે રિજેક્શનનો સામનો કરવો પડે છે, ત્યારે જુદા-જુદા લોકો અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જ્યારે આપણામાંથી ઘણા લોકો દુઃખ અને વેદનાથી બચવા માટે અંધકારમાં પોતાની જાતને ધકેલી દે છે, માત્ર કેટલાક જ લોકો એવા હોય છે કે જે એક પગલું પાછું લઈને વિચારીને આગળ વધે છે અને પહેલા કરતા પણ વધુ મજબૂત બની જાય છે. સાસ્વતી સિંહ આમાંથી જ એક છે કે જે જલ્દી હાર નથી માનતા.

એક શિક્ષક, એક માતા અને એક ફાઈટર, સાસ્વતીને જીવનમાં ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દરેક વખતે તે તૂટયા વિના આ રિજેક્શનને આગળ વધવાની અને કઈંક સુંદર અને નોંધપાત્ર બનાવવાની તક સમજીને આગળ વધતી. અને તેના આ જ પ્રયાસોનું ફળ છે દેહરાદૂનમાં આવેલું ઓટિઝમ અને અન્ય વિકાસલક્ષી પડકારોવાળા બાળકો તથા પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવેલું સેન્ટર અને ગ્રુપ હોમ.

આ સેન્ટર નવપ્રેરણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહ્યું છે જે આવા લોકોને એક સલામત સ્થળ જ નહિ પણ સાથે જ તેમને પરિપૂર્ણ જીવન જીવવામાં પડકારોનો સામનો કરવાની તક આપે છે અને પડકારોનો સામનો કરવા માટે મદદ કરે છે.

સાસ્વતી જણાવે છે ‘ઓટિઝમ અને અન્ય લર્નિંગ ડિસઓર્ડર વિશે દેશના ઘણા ભાગોમાં અને મેટ્રો શહેરોમાં પણ જાગરૂકતા ખૂબ ઓછી છે. બાળકોના કિસ્સામાં, માતાપિતા અને શાળાઓ ઘણી વાર તેમની આ સમસ્યાને સ્પીચની સમસ્યા સમજીને સ્પીચ થેરેપી સેશન્સમાં મોકલી આપે છે. પરંતુ, ઓટિઝમવાળી વ્યક્તિ શબ્દકોશમાં બધા શબ્દો શીખવાની સંભાવના ધરાવે છે, પણ તેઓ આ શબ્દોને વાપરીને યોગ્ય રીતે વાતચીત કરવામાં મુશ્કેલીનો સામનો કરી શકે છે.’

Image Source

સાસ્વતીએ પોતાના જીવનના 24 વર્ષ આ જ હેતુ માટે સમર્પિત કર્યા છે, જેમાં 2,000થી વધુ બાળકો અને યુવાનો વિકાસની સમસ્યાથી પીડાઈ રહયા છે. વધુમાં, જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો કરીને, તેણે 15,000 થી વધુ વ્યક્તિઓ પર સકારાત્મક છાપ છોડી છે. અને તેમની અત્યાર સુધીની સફર પ્રેરણાદાયક બાબતમાં કંઇ ઓછી રહી નથી!

સાસ્વતી કડક છતાં પ્રેમાળ વ્યકિતત્વ માટે જાણીતા છે અને તેમના જીવનમાં એવો આંચકો મળ્યો હતો કે જેના કારણે જ તેઓ અત્યારે આ જગ્યા પર છે અને હાર નથી માની. સાસ્વતીએ જણાવ્યું કે તેમના પહેલા બાળકની ડિલિવરી દરમિયાન થોડી મુશ્કેલીઓ હતી. તેમનો દીકરો ગૂંગળાઈ ગયો હતો અને તેમને ડર હતો કે કદાચ તેઓ બંને નહિ જીવી શકે. જન્મ બાદ 15 દિવસ સુધી તેમના દીકરાને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે પાંચ મહિના પછી તે સ્વસ્થ થયો ત્યારે ધીમે ધીમે મને ફરી આશા બંધાઈ અને અમે તેને દિલ્હી ખસેડવાનું નક્કી કર્યું. પરંતુ હવામાનમાં બદલાવને કારણે તેની તબિયત વધુ ખરાબ થઇ. અને દિલ્હી પહોંચ્યાના બીજા જ દિવસે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે સ્વાસ્થ્ય થયો એ પછી થોડા વર્ષો બાદ ચાર વર્ષની ઉંમરે તેને તાવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું જ્યા તેને એક જ મહિનામાં વાઈના બે મોટા હુમલાઓનો સામનો કરવો પડ્યો.

સાસ્વતી કહે છે, મગજ અને શરીરને આ બે મોટા આઘાત પહોંચ્યા, જેને કારણે તેને ઓટિઝમ થયું, જેના કારણે તે થોડો સમય માટે તેનું નામ પણ ભૂલી ગયો. તેમ છતાં, આ પહેલાં, તે ન્યુરોટિપિકલ બાળક તરીકે નિયમિત શાળામાં જતો હતો અને તેની સ્પીચ પણ વ્યવસ્થિત રીતે વિકસી હતી. સાસ્વતી ઘણીવાર એ હકીકતથી ચિંતિત રહેતી હતી કે તે અતિસંવેદનશીલ છે.

આગળ જણાવતા સાસ્વતી કહે છે, ‘મને લાગતું હતું કે કંઈક બીજું પણ ખોટું હતું. તે ખૂબ જ અતિસંવેદનશીલ હતો, અને મારી આસપાસના લોકોને તેની અતિસંવેદનશીલતા વિશે કહેવા છતાં, કોઈ પણ તેને ગંભીરતાથી લેશે નહીં. આને લીધે, શાળાઓ અને શિક્ષકો ફરિયાદ કરશે, પરંતુ મને મારા દીકરાની સમસ્યાને ઓળખવામાં કોઈ મદદ મળી નહિ.’ તેના દીકરાના અતિસંવેદનશીલ સ્વભાવ અને ગંભીર વર્તણૂકીય સમસ્યાઓના કારણે, શાળાઓએ તેનો પ્રવેશ નામંજૂર કરવાનું શરૂ કર્યું. સાસ્વતી જણાવે છે કે કેવી રીતે દિલ્હીની 42 શાળાઓએ તેના દીકરાને રિજેક્ટ કર્યો હતો.

જો કે, ખૂબ જ સંઘર્ષ પછી, એક વિશેષ શિક્ષણશાસ્ત્રી મદદ માટે આગળ આવ્યા અને તેના દીકરામાં ઓટિઝમ તપાસવાની સલાહ આપી. એ સમયે તેના દીકરાની ઉંમર આઠ વર્ષની હતી અને તેમના દીકરાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેન્ડિકેપ, સિકંદરાબાદના ડો. રીતા પેશાવરિયાએ એટાઈપિકલ ઓટિઝમ હોવાનું નિદાન કર્યું હતું. તે જણાવે છે કે ‘હું મારી દીકરી સાથે ગર્ભવતી હતી, જ્યારે મારા પુત્રને એડીએચડી હોવાનું નિદાન થયું હતું. પછીના 4 વર્ષ અથવા તેથી વધુ સમય સુધી, કોઈ પણ ડોકટરે ઓટિઝમ સંભાવનાનો ઉલ્લેખ પણ કર્યો ન હતો, તેથી જ્યારે મેં આ સાંભળ્યું, ત્યારે હું અંદરથી હલી ગઈ હતી. મને યાદ છે કે પછીના કેટલાક દિવસો સુધી હું ખૂબ જ રડી હતી પણ હું આ રીતે નિષ્ફળ થવા માંગતી ન હતી. હું હઠીલી હતી અને મેં મારી તકલીફોને મારી તાકાતમાં બદલી અને એ માટે મારી દીકરી પ્રેરણાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી.’

આ જાણ્યા પછી, પછી તેમને સિનિયર બાયોલોજી શિક્ષકની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો, અને શહેરમાં ઓટિઝમ વિશે જાગૃતિ ફેલાવવાનું શરુ કર્યું અને સાથે જ પોતાના જ ઘરમાં પોતાના દીકરાને ભણાવવાનું શરુ કર્યું. તેઓ જણાવે છે કે તેઓ શહેરની અગ્રણી શાળાઓના આચાર્યોને મળતા અને તેમને ઓટિઝમ વિશે સમજાવતી. ત્યારે જાણીને મને ચિંતા થઇ કે ટોચનાં શિક્ષણશાસ્ત્રીઓમાં પણ ઓટિઝમ વિશે જાગૃતિ કેટલી ઓછી હતી કે જેને કારણે કેટલાય બાળકોને તેમના શિક્ષણાધિકાર માટે અન્યાય થયો હશે. તેમને આ અંગે કઈંક કરવાનું નક્કી કર્યું.

તેમને આ પરિસ્થિતિની નોંધ લઈને આ અપરિસ્થિતિને બદલવા માટે જાતે જ સ્કૂલ શરુ કરવાનું નક્કી કર્યું, જ્યા આ ખાસ બાળકોને ભણાવવામાં આવે જેથી તેઓ તેમની સ્થિતિ સાથે ડીલ કરી શકે. ઓટિઝમ વિશે જાગરૂકતા ફેલાવવા દરમ્યાન સાસ્વતીને એક ભયાનક વાસ્તવિકતા જાણવા મળી. જ્યારે પણ તે કોઈ સંસ્થાના વડાને મળતી ત્યારે તે વિકાસના વિકારના વિવિધ વર્તણૂકીય મુદ્દાઓને કારણે નકારી કાઢવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓનો ડેટા શેર કરવાનું કહેતી.

સાસ્વતી કહે છે કે મેં દિલ્હીમાં 1995માં મારા જ ફ્લેટમાં સ્કૂલ શરુ કરી. આવી શાળાઓ વિશે લોકોમાં જાગૃતિ ઓછી હોવાને કારણે મેં મારા દીકરા જેવા જે બાળકોને શાળામાંથી સ્કૂલમાંથી રિજેક્ટ કરી નાખવામાં આવ્યા હતા તેઓના વાલીઓને મળવાનું શરુ કર્યું. શરૂઆતમાં લોકોનો પ્રતિસાદ ખૂબ જ ઓછો હતો, મેં માત્ર 3 વિદ્યાર્થીઓ સાથે શરૂઆત કરી. પણ પછી મિત્રોની મદદથી આ આંકડો વર્ષમાં જ 12 સુધી પહોંચી ગયો અને એક લાંબુ વેઇટિંગ લિસ્ટ પણ થઇ ગયું. ત્યારે મને અહેસાસ થયો કે શાળા મારા નાના ફ્લેટમાં ન ચાલી શકે એટલે મારે અહીંથી બહાર નીકળવું પડશે.

Image Source

એ પછી તેમને 1996માં ઇન્સ્પિરેશન નામની સમાજસેવી સંસ્થા રજીસ્ટર કરાવી અને એ સમયે દિલ્હીના લેફટનન્ટ ગવર્નરના સ્પેશિયલ સેક્રેટરી કિરણ બેદીને મદદ માટે મળી, અને મારા કામને જોઈને તેમને 1998માં તિલકનગરમાં કોમ્યુનિટી સેન્ટરમાં જગ્યા ફાળવી આપી. આ સ્કૂલમાં હવે 80 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા અને તેમના જેવી જ બીજી માઓ દ્વારા આ બાળકોનું ધ્યાન રાખવામાં આવતું હતું.

આ દરમિયાન, દિલ્હીમાં તેમના કામને ખૂબ જ પ્રશંસા મળી હતી, જેના કારણે તત્કાલીન મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ તેમને પરિવાર – નેશનલ કન્ફેડરેશન ઓફ પેરેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સ (એનસીપીઓ) ના મહાસચિવ તરીકે જાપાનની વિવિધ કલ્યાણ સંસ્થાઓની મુલાકાત લેવા પસંદ કર્યા હતા. આ પછી એશિયા-પેસિફિકના 13 દેશોના વિશેષ ઓલિમ્પિક્સનું પ્રતિનિધિત્વ કરવા માટે 2001માં વોશિંગ્ટન ડીસીની મુલાકાત પણ કરવામાં આવી હતી.

એ જ વર્ષે તેમણે મેસેચ્યુસેટ્સના ઓપ્શન ઇન્સ્ટિટ્યૂટમાં સોન-રાઇઝ પ્રોગ્રામ માટે પણ નોંધણી કરાવી, જ્યાં તેણીએ ગ્લુટેન ફ્રી અને કેસિન ફ્રી ડાયેટ (જીએફસીએફ) વિશે શીખ્યા, જે તેના પછીના કામના આવશ્યક પાસા છે. આ આંતરરાષ્ટ્રીય

આ આંતરરાષ્ટ્રીય મુલાકાતો તેમના માટે આંખ ખોલનાર હતી. તેણે પશ્ચિમમાં માત્ર જાગૃતિ બતાવી જ નહીં, પણ ઇન્સ્પિરેશનના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા માટે તેનું મન પણ મનાવી નાખ્યું. 2010માં પ્રેરણા ફાઉન્ડેશન બનવાની ઇન્સ્પિરેશનની યાત્રા માટેનો માર્ગ મોકળો થવાનું આ એક કારણ હતું.

Image Source

લગભગ દસ વર્ષ સુધી શાળા ચલાવ્યા પછી, 2005માં તેમણે દહેરાદૂન જવાનું નક્કી કર્યું. દિલ્હીથી થોડા જ કલાકો દૂર અને તેના પ્રદૂષણ અને વસ્તીથી થોડા કલાકોની દૂરી પર, પણ તેને કારણે તેમના 16 વર્ષીય દીકરાને ખૂબ જ ફરક પડ્યો. તેમને થોડા આજ સમયમાં નોંધ્યું કે આસપાસનું વાતાવરણ આવા ખાસ બાળકોમાં સુધાર લાવવામાં મદદ કરે છે.

તેથી, છેવટે, ઇન્સ્પિરેશન હેઠળ, દહેરાદૂનમાં સેન્ટર સ્થાપ્યાના પાંચ વર્ષ પછી, તેમણે ટ્રસ્ટ, નવ પ્રેરણા ફાઉન્ડેશનની સ્થાપના કરીને સંસ્થાનો વિસ્તાર કર્યો. આ સંસ્થાનું મુખ્ય ધ્યાન વર્તણૂકીય ઉપચાર અને જીએફસીએફ આહાર દ્વારા ઓટિઝમ તરફની સાકલ્યવાદી અભિગમની સુવિધા પર છે. તેમની પદ્ધતિઓથી વ્યક્તિઓને તેમના વર્તણૂકીય પડકારોને દૂર કરવામાં જ મદદ ન મળી, પરંતુ સ્વતંત્ર ભવિષ્ય માટે વિવિધ વ્યવસાયિક અને સ્વ-સહાય કુશળતા શીખવામાં પણ તે સક્ષમ બન્યા.

સાસ્વતી જણાવે છે કે હું ઓટિઝમની સારવારના કોઈ દાવા કરતી નથી. અત્યાર સુધી, ઓટિઝમ માટે કોઈ જાણીતો ઇલાજ નથી, પરંતુ મારા જ્ઞાન અને સંશોધન દ્વારા, હું તેમની ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે સક્ષમ બનાવવામાં મદદ કરી શકું છું. તેમની હાલત તેમની ભવિષ્ય નક્કી ન કરી શકે.

અત્યારે તેમની દીકરો 31 વર્ષનો થઇ ગયો છે અને તેમની દીકરી પણ તેમને દરેક પ્રકારે સપોર્ટ કરે છે. આ બંને તેમની સાથે હોવાની સાથે તેમને હજારો બાળકોની મદદ કરી છે એ બધા જ માટે સાસ્વતી એક માતાની ગરજ સારે છે!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.