મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો, 4 પાનાની સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી- જુઓ

શૌચાલયમાંથી લાશ મળતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ, જાણો વિગત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અને આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે 4 પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી છે. પોલિસે ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અરવલ્લીના માલપુરમાં રહેતા ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેમના લગ્ન 10 વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા. ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મહિલા પાસેથી મળેલ સુસાઇડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય તેવી શક્યતા છે. આ મહિલા છેલ્લા 4 વર્ષથી કુકરદા ગામમાં જ રહેતા હતા.  તેમના પતિનું કહેવુ છે કે તેમના ઘરમાં કોઇ પણ સમસ્યા ન હતી અને પતિ-પત્ની વચ્ચે પણ કોઇ સમસ્યા ન હતી. પ્રિન્સિપાલ બન્યા બાદ મહિલા છેલ્લા ચાર મહિનાથી સ્ટ્રેસમાં રહેતી હતી. આ કારણે આવું પગલું ભરી લીધું હોવાની શક્યતા છે.

Shah Jina