ડીસાની શાળામાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર આરોપી આચાર્યને કોર્ટે ફટકારી આ આકરી સજા

રાજયમાંથી ઘણીવાર યુવતિઓની છેડતી કરવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે 4 વર્ષ અગાઉ ડીસાની એક શાળામાં 13 વર્ષની વિદ્યાર્થીનીની શાળાના આચાર્ય દ્વારા જ છેડતી કરવામાં આવી હતી. હવે આ ગુનામાં ડીસાના એડિશનલ સેશન્સ જજે આરોપીને પાંચ વર્ષની કેદની સજા અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આ રકમ આરોપી ન ભરે તો તેને વધુ ત્રણ મહીનાની સાદી કેદની સજા (5 વર્ષ + 3 મહિના) નો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

Image source

તારીખ 14 ઓગસ્ટ 2017ના રોજ શાળાના આચાર્ય દ્વારા બ્રેક ટાઇમમાં એક વિદ્યાર્થીનીને એકલી બોલાવવામાં આવી અને તેની સાથે બળજબરી કરી, આનો વિરોધ વિદ્યાર્થીનીએ કર્યો તો તેને લાફો માર્યો અને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને જાણ કરી હતી અને તે બાદ તેમણે ડીસા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલિસને આરોપી વિરૂદ્ધ પૂરાવા મળતા ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ કેસ ડીસાના એડિશનલ જજ બી.જી.દવેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ નીલમબેન તરફથી સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચારના કેસમાં આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં આરોપી પર ઈપીકો કલમ 354, 323, 294 ખ અને પોક્સો એક્ટની કલમ 10 અને 12ના લગાવી હતી અને આ ગુનામાં કોર્ટે પાંચ વર્ષની સજા આરોપીને ફટકારી હતી. આ ઉપરાંત આરોપીને 25000 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Shah Jina