સ્કૂલમાં બાળકો સાથે આવું કર્યું તો લોકોએ સ્કૂલમાં ઘૂસીને પ્રિન્સિપાલને લાકડી અને ડંડાથી બરાબરના ફટકાર્યા, જાણો સમગ્ર મામલો

સ્કૂલમાં ઘૂસીને પ્રિન્સિપાલને લાકડી અને ડંડાથી બરાબરના ફટકાર્યા, કારણ સાંભળીને સ્તબ્ધ થઇ જશો

દેશભરમાં હવે શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે અને સ્કૂલો પણ શરૂ થઇ ગઈ છે, ત્યારે વાલીઓ પણ પોતાના સંતાનો માટે એડમિશન લેવા માટે સ્કૂલોમાં પહોંચી રહ્યા છે. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેણે મોટી ચકચારી જગાવી છે, એક સ્કૂલની અંદર બાળકોને એડમિશન ના મળતા ગામના દબંગોએ પ્રિન્સિપાલને ઢોર માર માર્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ભરતપુરના નાદબાઈ તાલુકાના તાલચેરા ગામમાં સ્થિત રાજ્ય સરકારની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય પર ગ્રામજનો દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રામ કુમાર શર્માને ગ્રામજનોએ લાકડીઓ અને ડંડાઓથી એટલી હદે માર માર્યો હતો કે તેઓ ઘાયલ થયા હતા. હાલ ઈજાગ્રસ્ત પ્રિન્સિપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જ આચાર્ય દ્વારા નાદબાઈ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

પીડિત પ્રિન્સિપાલે નાદબાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગામના રહેવાસીઓ લખન સિંહ, રવિ, જગન, દિનેશ, અશોક, કમલેશ, રમણ, દેવકી સહિત લાકડીઓ અને ડંડાથી સજ્જ ઘણા ગામલોકો શાળામાં ઘૂસી ગયા હતા. તેઓએ મને શાળાની અંદર પકડી લીધો અને લાકડીઓથી મારવાનું શરૂ કર્યું. પ્રિન્સિપાલે કહ્યું કે આ વાત ગયા શનિવારની છે.

મળતી માહિતી મુજબ, શાળાના આચાર્ય પર ગામના નાના બાળકોને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવાનો આરોપ હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે આચાર્યનું વર્તન ખરાબ છે. આનાથી નારાજ ઘણા ગામલોકો શાળાએ પહોંચ્યા અને પ્રિન્સિપાલને માર માર્યો. આચાર્યને માર મારનારાઓમાં ગામની મહિલાઓ પણ સામેલ હતી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે સ્કૂલમાં ઈન્ટર્નશિપ કરી રહેલા એક વ્યક્તિ અને પ્રિન્સિપાલ સાથે વિવાદ થયો હતો, જેની તપાસ નાદબાઈ પોલીસના સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Niraj Patel