ખબર

રાજકોટમાં લોકડાઉનની ધજીયા ઉડી ગઈ, સ્કૂલ ચાલુ રાખીને 100 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યો- જાણો વિગત

હાલ રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીને કારણે અટકાવવા તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં લોકડાઉનનો લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે.

Image source

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા કરવામાં આવી ચાલુ હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.

Image source

રાજકોટની આ શાળામાં આવેલા 100 જેટલા વિદ્યાર્થીઓએ તો મોં પર માસ્ક બાંધીને આવ્યાં હતા પરંતુ ત્યાંના શિક્ષક કોઇપણ સુરક્ષા વગર જ બાળકોને ભણાવી રહ્યાં હતાં. શિક્ષકે ન તો મોં પર માસ્ક પહેર્યું હતું ના તો હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હતાં.

Image source

વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યું છે. ડીડીઓ અનિલ રાણાએ કહ્યું હતું કે, પ્રિન્સિપાલને રૂબરૂ બોલાવવી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Image source

મળતી માહિતી પ્રમાણે શાળાએ વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નપત્રો લેવા માટે બોલાવ્યાં હતાં. જેથી તેઓ ઘરે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.