અનમેરિડ મહિલા ટીચર સગીર વિદ્યાર્થીનીને લઇને ભાગી, વિદ્યાર્થીની અને ટીચર વચ્ચે લવ એંગલ…જાણો મામલો
Rajasthan Bikaner : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે કોઇ પણ જાણી હેરાન રહી જાય. રાજસ્થાનના બિકાનેરના શ્રીડુંગરઢમાં એક ખાનગી શાળાની એક મહિલા શિક્ષિકા શાળાની સગીર વિદ્યાર્થીનીને ભગાવી લઇ ગઇ હોવાની ખબર હાલ ઘણી ચર્ચામાં છે. યુવતીના પરિવારનો આરોપ છે કે અપરિણીત મહિલા શિક્ષક છેલ્લા બે મહિનાથી તેની પુત્રી સાથે નિકટતા કેળવી રહી હતી અને શુક્રવારે સવારે બંને જયપુર જતી બસમાં સ્કૂલે જવાનું કહીને ક્યાંક ગયા હતા.
વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, બે દિવસ સુધી શોધ કર્યા બાદ જયપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર લાગેલા સીસીટીવી કેમેરામાં બંને છેલ્લે જોવા મળ્યા હતા. પરંતુ તે પછી તે ક્યાં ગયા ? તેના વિશે કોઈ માહિતી હજુ સુધી હાથ લાગી નથી. સગીર વિદ્યાર્થીના સંબંધીઓએ પોલીસને આપેલી એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે શિક્ષક નિદા બહલીમ વાલિદ મોહમ્મદ રફીક બહલીમ નિવાસી બિગ્ગાબાસ ખૂબ જ ચાલાક અને બદમાશ છે.
જેણે તેના બે ભાઈઓ જુનૈદ અને નાવેદ સાથે મળીને સગીર પુત્રીને ક્યાંક ગાયબ કરી દીધી છે. જો કે, બિકાનેરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, શરૂઆતની તપાસ મુજબ બંને યુવતીઓ પોતાની મરજીથી ગયા છે, પોલીસની ચાર ટીમો બંનેને શોધી રહી છે અને ટૂંક સમયમાં જ બંનેને શોધી કાઢવામાં આવશે તેવી અપેક્ષા છે. જો કે વિદ્યાર્થીની સગીર હોવાને કારણે પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો અને કેસ નોંધ્યો હતો.