ખબર

હજુ શાળાઓ શરૂ થયે વધારે સમય નથી થયો ત્યાં કેશોદની આ શાળામાં 11 વિધાર્થીનીઓ મળી કોરોના પોઝિટિવ, વાલીઓમાં ભયનો માહોલ

છેલ્લા કેટલાય સમયથી કોરોના વાયરસના કારણે શાળા કોલેજો બંધ હતી. ત્યારે સરકાર દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ 11 અને 12ના વર્ગો શરુ કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન જ જૂનાગઢ જિલ્લાના કેશોદની શાળામાંથી 11 કોરોના સંક્રમિત વિદ્યાર્થીનીઓ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ મળી આવી હતી. એક સાથે જ આટલી વિધાર્થિનીઓ કોરોના સંક્રમિત થવાના કારણે તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

Image Source

આજથી સ્કૂલો શરૂ થવાની સાથે જ શાળામાં આવનારા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાંથી 11 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત મળી આવતા વાલીઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

Image Source

આ 11 માંથી 8 શહેરમાં અને 3 વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્‍ટેલમાં રહેતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને કોઇપણ જાતની તકલીફ ન હોવાની સાથે કોઇપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.