“સ્કૂલમાં જતી દીકરીઓને હેરાન કરી રહેલા લોકો સાથે આવું જ થવું જોઈએ !” અમદાવાદની સ્કૂલ ગર્લ બહેનોએ રોડ રોમિયોને ભણાવ્યો પાઠ, વીડિયો થયો વાયરલ
School Girl Beating With Belt : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત કિશોરીઓ સાથે છેડતી અને દુષ્કર્મના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે સ્કૂલ કે કોલજેમાં જતી છોકરીઓને ઘણા લોકો રસ્તામાં બેસીને છેડતા પણ હોય છે અને દીકરીઓ બિચારી મોં નીચું રાખીને ત્યાંથી પસાર થઇ જતી હોય છે, પરંતુ હાલ અમદાવાદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્કૂલની છોકરીઓએ એક રોડ રોમિયોને બરાબરનો પાઠ ભણાવ્યો.
શાળાએ જતી એક 17 વર્ષની છોકરી અને તેની 19 વર્ષની બહેને ખૂબ હિંમત બતાવી અને બધાની સામે જ છેડતી કરી રહેલા રોડ રોમિયો પર હુમલો કર્યો. બંને છોકરીઓએ હેરાન કરનારને પકડી લીધો અને જાહેરમાં તેને નિર્દયતાથી માર માર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં બનેલી આ ઘટના હવે દેશભરમાં વાયરલ થઇ રહી છે.
આ વ્યક્તિ નાની છોકરીને પીછો કરતો અને હેરાન કરતો હોવાથી તેની મોટી બહેન પણ તેની સાથે શાળાએ જવા લાગી હતી. શાળાએ જતા, અપેક્ષા મુજબ, રોડ રોમિયો તેમની પાછળ ગયો. આખરે, બંને બહાદુર છોકરીઓએ તે માણસને પકડી લીધો અને તેને એટલી હદે માર્યો કે તે પીડાથી રસ્તા પર જ કણસવાલાગ્યો. જ્યારે લોકોએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું ત્યારે તે પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.
આરોપીની ઓળખ વિજય સરકટે તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે છેડતી અને રસ્તા પર પીછો કરવા સાથે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાની માતાએ જણાવ્યું કે, મોટી પુત્રી શાળાએ જતી વખતે નાની છોકરીની સાથે જવા લાગી હતી. આરોપીએ અગાઉ નાની દીકરીને ભેટ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતાની એફઆઈઆરમાં જણાવાયું છે કે જ્યારે તેણે ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે કથિત રીતે તેને તેની બેગમાં મૂકી દીધી, ચુંબન કર્યું અને તેની છેડતી કરી.
A school girl decides to teach a lesson to a chhapri who used to harass her…
The video is said to be from Ahmedabad! pic.twitter.com/77UNmS7Jq2
— Mr Sinha (@MrSinha_) June 24, 2023
ટૂંક સમયમાં, અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને પસાર થતા કેટલાક લોકોએ સરકટેને નિર્દયતાથી માર મારનાર બે છોકરીઓને મદદ કરી. આ પછી બાળકીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સરકટે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાથી ગુસ્સે થયેલી બાળકીની માતાએ તેની દીકરીઓને મજબૂત બનવા અને તેને પાઠ ભણાવવા કહ્યું હતું.