ખબર

25% સ્કૂલ ફી માફી બાબતે નવી રોન કાઢી, પ્રાઇવેટ સ્કૂલ સંચાલકોએ હવે આ શરત મૂકી

એકબાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા પણ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળા ફી મામલે 30 સપ્ટેમ્બરના રોજ ફીને લઈને નિર્ણય કરવામાં આવ્યો હતો.

Image source

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ 30 સપ્ટેમ્બરની કેબિનેટ બેઠક બાદ શાળા ફીમાં 25 ટકા રાહત આપી હતી. આ જાહેરાતને હજુ ગણતરીના કલાકો વીત્યા છે ત્યાં આ મામલે નવો વળાંક આવ્યો છે.

Image source

સ્વનિર્ભર શાળા સંચાલકોએ ઠરાવ કર્યો છે કે, જૂન 2020થી માર્ચ 2021 સુધીના વર્ષમાં પ્રથમ સત્રની ફી 31 ઓક્ટોબર સુધીમાં ભરે તો જ 25 ટકા રાહત આપશે. જે વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી નહિ ભરે તેમને ફીમાં રાહત નહિ મળે ત્યારે હવે વાલીઓ બરાબરના ફસાયા છે.

Image source

જણાવી દઈએ કે, આ સમગ્ર શૈક્ષણિક વર્ષમાં 25 ટકા રાહત આપવામાં આવી છે. સ્કૂલની અન્ય પ્રવૃત્તિની ફી ભરવાની રહેશે નહીં. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તે ફી તેને પરત કરવી પડશે. તો વાલીઓમાં પણ 25 ટકા ફીની રાહતથી નારાજગી છવાઈ ગઈ છે. વાલીઓએ કહ્યું છે કે, જો 50 ટકા ફી માફી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.