ખબર

બ્રેકીંગ ન્યુઝ: વાલીઓ હવે સ્કૂલ ફી ભરવા તૈયાર રહો, હાઈકોર્ટનો મોટો ચુકાદો આપી દીધો…જલ્દી વાંચો

છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે સ્કૂલો ના ખુલી હોવા છતાં પણ ફી ભરવાના મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી. જેના બાદ રાજ્ય સરકારે વાલીઓને રાહત આપતો એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અંદર કહેવામાં આવ્યું હતું કે શાળાઓ ખુલે નહિ ત્યાં સુધી કોઈપણ સ્કૂલ વાલીઓ પાસે ફી માંગી નહીં શકે.  પરંતુ હવે આ બાબતે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારના આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે.

Image Source

રાજ્ય સરકારના પરિપત્ર બાદ શાળા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટની અંદર આ બાબતે અરજી કરી હતી. જેના સંદર્ભમાં આજે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. ફી મુદ્દેનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે.

Image Source

સ્વ નિર્ભર શાળા સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર શાળા ખુલે નહિ ત્યાં સુધી ફી નહિ વસૂલવાનો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે. જેના સંદર્ભમાં હાઇકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

Image Source

કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે જણાવ્યું: “અમે શાળા સંચાલકો સાથે વાત કરી પરંતુ સહલા સંચાલકો કોઈપણ પ્રકારના નેગોશિએશન માટે તૈયર નહોતા.

Image Source

શાળા સંચાલકોએ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે તે રાજ્ય સરકાર સમક્ષ વાતચીત માટે તૈયાર છે. હાઇકોર્ટ દ્વારા ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર રદ્દ કર્યો અને પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જાહેર કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું છે કે, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.