હવે પરીક્ષામાં પણ પૂછાવા લાગ્યુ કરીના-સૈફના દીકરાનું નામ, મચી ગઇ બવાલ, જાણો કઇ સ્કૂલના બાળકોને પૂછવામાં આવ્યો હતો આ સવાલ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. કરીના કપૂરના બાળકોનું નામ મોટાભાગે બધા લોકો જ જાણતા હશે. પરંતુ એવું પણ બની શકે છે કે કોઇ તેના બાળકોનું નામ ના પણ જાણતુ હોય. તમે વિચારો કે જો તમને કરીનાના દીકરાનું આખું નામ ના ખબર હોય અને આવો જ એક સવાલ પરીક્ષામાં પૂછાય તો ? જી હાં. કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્રનું નામ જણાવો ? ખંડવાની એક ખાનગી શાળા દ્વારા ધોરણ 6ના પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જનરલ નોલેજને લગતો આ સવાલ આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

પેરેન્ટ ટીચર એસોસિએશને શિક્ષણ વિભાગને આવી શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી છે. ખંડવાની એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલે GK પેપરમાં જનરલ નોલેજ સંબંધિત પ્રશ્નોની કોલમમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્રનું નામ ? આ પછી આ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યું. આ અંગે પેરેન્ટ ટીચર્સ એસોસિએશને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો બાળકોને કંઇક પૂછવું હતું તો તેઓ દેશની હિરોઇનો વિશે પ્રશ્નો પૂછતા ?.

હવે શાળાના બાળકોને શું એ પણ યાદ રાખવું પડશે કે ફિલ્મી દુનિયાના કયા કલાકારના ઘરે જન્મેલા બાળકનું નામ શું છે? આ પ્રશ્ન પર ટીચર્સ પેરેન્ટ્સ એસોસિયેશનના આશ્રયદાતા ડો.અનીશ અરજખરેએ વાંધો ઉઠાવ્યો હતો અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પગલાં લેવાની માંગ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.ભાલેરાવે શાળા સંચાલકો સામે નોટિસ ફટકારવાનું જણાવ્યું હતું. તેઓ એમ પણ માનતા હતા કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ પણ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવામાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

હાલ ખંડવાની એકેડમિક હાઈટ્સ પબ્લિક સ્કૂલમાં મિડ ટર્મ એક્ઝામ્સ ચાલુ છે. બાળકોનુ જયારે આ પેપર તેમના પેરેન્ટ્સે જોયું ત્યારે તેઓ ફરિયાદ કરવા જિલ્લા પ્રશાસન પાસે પહોંચી ગયા. સાથે જ સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કરી.

ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ આવ્યા પછી કરીના કપૂર હાલ ક્વોરન્ટાઇન છે. તૈમૂરના બર્થડે સેલિબ્રેશનમાં પણ તે સામેલ થઈ શકી ન હતી. કરીનાએ 5 વર્ષ પહેલા તેના પહેલા દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. વર્ષ 2016માં તે ઘણી લાઇમલાઇટમાં રહી હતી. તે તેના દીકરાનું નામ તૈમુર રાખવા પર ઘણી ટ્રોલ પણ થઇ હતી. તેને તે બાદ ઘણી કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડ્યો હતો.

Shah Jina