મનોરંજન

Throwback: સ્કૂલ અને કોલેજના દિવસોમાં કંઈક આવા જોવા મળતા હતા બૉલીવુડના 7 સ્ટાર્સ, કાર્તિક આર્યન ત્યારે પણ હતો આટલો ક્યૂટ

બૉલીવુડ સેલિબ્રિટીઓની ગ્લેમરસ લાઈફ્સ્ટાઇલને લઈને લાગી રહ્યું છે કે, તેની બાળપણની જિંદગી ગ્લેમરસ હશે. બૉલીવુડ સેલિબ્રિટીની તસ્વીર જોઈને તમને વિશ્વાસ પણ નહીં આવે કે આ એજ બાળકો છે. જો આ સેલિબ્રિટીની બાળપણની તસ્વીર જોશો તો બિલકુલ અંદાજમાં જોવા મળશે. હાલ લોકડાઉનને કારણે ઘરમાં બેસીને બોર થઇ જતા હશો.

આજે અમે તમને તમારા ફેવરિટ સ્ટાર્સની સ્કૂલ અને કોલેજ લાઈફની તસ્વીરનું કલેક્શન લઈને આવી રહ્યા છે.

બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન બૉલીવુડના સૌથી વ્યસ્ત કલાકારો પૈકી એક છે. તે સોશિયલ મીડિયા પર પણ સૌથી વધુ એક્ટિવ છે. અમિતાભ બચ્ચન આજના કલાકારોનેપણ ટક્કર કરતા નજરે આવે છે. બિગ બીની સ્કૂલના દિવસોની શાળાના ગણવેશમાંની આ તસવીર પરથી જોઈ શકાય છે કે, તે બાળપણથી જ સુપર સ્ટાઇલિશ હતો.

Image source

બોલિવૂડમાં રણવીર સિંહની ઘણી ફેન ફોલોઇંગ છે. તે તેની એનર્જી, પર્ફોમરન્સ અને ફંકી સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતો છે. જો કે, તે શાળાના સમય એકદમ અલગ હતો. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, રણવીર સિંહે યુનિફોર્મ, ટાઇ પ્રોપર હેરસ્ટાઇલમાં નજરે આવે છે.

Image source

રણબીરને બોલિવૂડના સર્વશ્રેષ્ઠ એક્ટર માનવામાં આવે છે. રણબીર કપૂરના દેશ અને દુનિયામાં ખાસ કરીને છોકરીઓમાં ખૂબ ચાહક છે. નાનપણમાં પણ કંઈક આવું જ હતું. તે ઘણો ડેશિંગ હતો. શાળામાં પણ તે ઘણો લોકપ્રિય હતો. આ તસ્વીર તેનો પુરાવો છે.

Image source

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજે ભલે ગ્લોબલ આઇકન હોય પરંતુ તે હજી પણ તેના જુના દિવસને ભૂલી નથી. દેશી ગર્લ યુ.એસ. માં તેની પર્સનલ લાઈફ તેમજ ભારતમાં તેની પ્રોફેશનલ લાઈફ સંભાળે છે. તેના બાળપણના દિવસો જુદા નહોતા. માતાપિતાની નોકરી સ્થાનાંતરણને લીધે તે શાળાથી બીજી શાળામાં જતી હતી.

Image source

આર્મી પરિવારમાં ઉછરેલી અનુષ્કા હંમેશા શિસ્તબદ્ધ બાળક રહી છે. તેણે બેંગ્લોરની આર્મી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. આ બાદ પણ અનુષ્કા તે ગર્લ ગેંગ સાથે સ્કૂલમાં મસ્તી કરતી હતી અને આ ફોટાથી તે સમજી શકાય છે.

Image source

બૉલીવુડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીર જોત-જોતમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. ફેન્સ માટે ઐશ્વર્યાની તસ્વીર કોઈ ટ્રીટથી ઓછી નથી. એક્ટ્રેસની આ તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે, તેને કોઈ બેઝ જીત્યો છે.

Image source

કાર્તિક આ દિવસોમાં બોલીવુડનો સૌથી લોકપ્રિય યુવા કલાકારો છે. તેમની પાસે હવે મોટો ચાહક વર્ગ છે. જો તમે તેના કોલેજના દિવસોની તસ્વીર જુઓ તો લાગે છે કે તેમનું જીવન પહેલા જેવું જ છે. આ ફોટો જોઇને પણ લાગે છે કે તેનો ડેશિંગ લુક ઘણો ગમ્યો હશે.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.