વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! જો જો જરા તમારા બાળકો સાથે તો આવું નથી થઇ રહ્યું ને ? વીડિયોએ વધારી ચિતા

આજે સુવિધાઓ ખુબ જ વધી ગઈ છે, જ્યાં પહેલાના સમયમાં સ્કૂલે જવા માટે ચાલીને કે સરકારી બસમાં જવું પડતું હતું, તેના બદલે હવે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા વધી ગઈ છે, અને શાળાની સ્કૂલ બસ કે કોઈ વાહન બાળકોને લેવા માટે તેમના ઘરના દરવાજા સુધી આવતું હોય છે, પરંતુ ઘણીવાર સ્કૂલવાન વાળા બાળકોને એવા ગીચોગીચ ભરતા હોય છે, તો ઘણીવાર બાળકોને એવી રીતે બેસાવડવામાં આવે છે જેને જોઈને વાલીઓમાં પણ ચિતા પ્રસાસરી જતી હોય છે.

ત્યારે હાલ બરેલીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં સ્કૂલના ત્રણ બાળકો ઓટોરિક્ષાની છત પર બેઠેલા જોવા મળ્યા હતા. આ બાળકોની ઉંમર 11થી 13 વર્ષની આસપાસ જણાઈ રહી છે. તે રિક્ષાવાળાના કહેવાથી રિક્ષાની છત પર બેઠા હતા કે પછી તેની મોજશોખ માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.

વીડિયો વાયરલ થતાં જ આ ઓટોરિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બાળકોની સુરક્ષા સાથે રમત કરવા બદલ લોકોએ ઓટોવાળાને ફટકાર લગાવી હતી. વીડિયોમાં તમે જોશો કે કેરિયર ઓટોની ઉપરના સામાન માટે ફિટ હતો. બાળકો આ કરિયર પર બેઠા હતા. તેને જોઈને એવું લાગે છે કે જાણે આ ઓટો બાળકોને શાળાએ લાવવા-લઈ જવાનું કામ કરે છે. ત્યારે તેણે તેની ઓટોમાં આ તમામ ફીટીંગ્સ કરાવ્યા હતા. જો એમ હોય તો તે ખૂબ જ જોખમી છે.

તા નામના એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “અમારા બાળકની સુરક્ષા માટે અમે તેને પૈસા ચૂકવીએ છીએ અને તેને અંગત વાહનોમાં મોકલીએ છીએ, જો આવી બેદરકારી હશે તો કોનો વિશ્વાસ કરીશું. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં છે. તેમનો પ્રશ્ન એ છે કે રસ્તા પર નિર્ભયતાથી દોડતી આ ઓટોને કોઈએ ધ્યાનમાં લીધી નથી.

લોકોના વધતા ગુસ્સાને જોઈને બરેલી પોલીસે પોતે સંજ્ઞાન લીધું છે અને રિક્ષાવાળા વિરુદ્ધ કલમ 279 હેઠળ એફઆઈઆર નોંધી છે. કેન્ટ પોલીસ સ્ટેશનના એસએચઓ રાજીવ કુમાર સિંહે જણાવ્યું કે, અમે અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ નોંધ કરી છે. ઓટોમાં તમામ બાળકો સ્કૂલ યુનિફોર્મમાં હતા. શાળાની ઓળખ કર્યા બાદ અમે શાળા પ્રશાસન સાથે પણ વાત કરીશું.

Niraj Patel