થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. અકસ્માત દરમિયાન દાઝી જવાથી ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આગ બુઝાવવામાં અને પીડિતોને મદદ કરવામાં સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત ટીમમાં જોડાયા હતા. બેંગકોક પોસ્ટ અનુસાર, બસ ઉથાઈ થાનીમાં એક શાળાના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેમાં આગ લાગી હતી.
થાઈલેન્ડના પાટનગર બેંગકોક નજીક એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક શાળા બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી, જ્યારે બસ શાળાથી પરત ફરી રહી હતી.
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, બસમાં કુલ 44 બાળકો અને 5 શિક્ષકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં 16 બાળકોને ગંભીર ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને બચાવકર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બસનું ટાયર ફાટવાના કારણે થઈ હતી. જોકે, આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ હેઠળ છે. થાઈલેન્ડના ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે આ દુર્ઘટના અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પણ બસ એટલી બધી ગરમ હતી કે તેમાં પ્રવેશવું અત્યંત મુશ્કેલ હતું.
આ કારણે મૃતદેહોને લાંબા સમય સુધી બસમાંથી બહાર કાઢી શકાયા નહોતા. તેમણે એ પણ જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે અને ઘાયલોના સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભની કામના કરી છે.
જોર સોર 100 ટ્રાફિક રેડિયો નેટવર્કે બપોરે 12.30 વાગ્યે ઝીર રંગસિટ શોપિંગ મોલ પાસે ઇનબાઉંડ ફાહોન યોથિન રોડ પર બસમાં આગ લાગવાની જાણ કરી હતી. આગની આ ઘટનાને કારણે મુસાફરી કરી રહેલા 25 બાળકોના મોતની આશંકા છે. અધિકારીઓ અને બચાવકર્મીઓએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું કે બસમાં 44 બાળકો અને શિક્ષકો સવાર હતા,
તેઓ બધા મધ્ય ઉથાઈ થાની પ્રાંતથી બેંગકોકના અયુત્થાયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજધાનીના ઉત્તરીય ઉપનગર પથુમ થાની પ્રાંતમાં બપોરે આગ લાગી. તેમણે કહ્યું કે બચી ગયેલા લોકોની સંખ્યાના આધારે 25 લોકોના મોતની આશંકા છે.