ખબર

11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાની જ સ્કૂલના 4થા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો

બિઝનેસમેનની દીકરીએ સ્કૂલમાં કર્યો આપઘાત: ચોથા માળેથી લગાવી છલાંગ, લોહીની ઉલ્ટીઓ કરતી મળી, જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે પોતાનો જીવ આપી દે છે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતું હોય છે. તો આ દરમિયાન સ્કૂલ કોલજેના બાળકોનું પણ આપઘાત કરવાનું પ્રમાણ વધ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી, કે સ્કૂલ કોલેજમાં કોઈના પ્રતાડિત થવાના કારણે પણ બાળકો હવે આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો જયપુરમાંથી સામે આયવો છે. જ્યાં એક વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે દીકરીના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ તેમની દીકરીને પ્રતાડિત કરવા અને આપઘાત કરવા માટે ઉક્સાવવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમને શાળાના પ્રિન્સિપલ, પીટીઆઈ અને અન્ય શિક્ષકો વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવી દીધો છે.

મૃતક 16 વર્ષીય રાધિકા મીના સુમેળ રોડ પર બગરાના સ્થિત બીટલસ ઈન્ટરનેશલ સ્કૂલના 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. 15 ફેબ્રુઆરીના રોજ રાધિકાના પિતા પર ફોન આવ્યો કે રાધિકાને ઇજા પહોંચી છે. સ્કૂલ પ્રસાશન તેને અખિલા હોસ્પિટલ લઈને ગયો છે. જયારે તેના પિતા હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમની દીકરીને માથા પર ટાંકા લગાવવામાં આવ્યા હતા, પગમાં પ્લાસ્ટર હતું અને લોહીની ઉલટીઓ પણ થઇ રહી હતી.

હોસ્પિટલના ડોક્ટરોએ તેને SMS હોસ્પિટલમાં રેફર કરી, પરંતુ ત્યાં પહોંચે એ પહેલા જ રાધિકાએ દમ તોડી દીધો. ત્યારે 17 તારીખે એક બેઠક યોજાઈ જેમાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષક દ્વારા જાણવા મળ્યું કે શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકો દ્વારા તેને મારવામાં આવતી હતી અને તેને નાપાસ કરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી, જેને લઈને તે ડિપ્રેશનમાં રહેતી અને પછી આ પગલું ભરી લીધું. પોલીસે રાધિકાના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.