ખબર મનોરંજન

ફિલ્મ “RRR”માં વાઘ સાથે આ રીતે શૂટ કરવામાં આવ્યો હતો જુનિયર NTRનો સીન, પડદા પાછળનો વીડિયો આવ્યો સામે, જુઓ

સાઉથની ફિલ્મોને હવે આખા દેશના દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, જ્યાં એક તરફ બોલીવુડની ફિલ્મો એક પછી એક ફ્લોપ થતી જોવા મળી રહી છે તો બીજી તરફ સાઉથની ફિલ્મો કમાણીના નવા રેકોર્ડ બનાવતી જઈ રહી છે, એવી જ એક ફિલ્મ “RRR”પણ રેકોર્ડબ્રેક બની ગઈ અને તેને પણ કમાણીમાં એક નવો માઈલ સ્ટોન સ્થાપિત કરી દીધો. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.

આ ફિલ્મની અંદર પણ ઘણા બધા એવા સીન જોવા મળ્યા હતા જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવ્યા હતા. હાલમાં આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે અને એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનો ક્રેઝ અટકવાનો નથી. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય દર્શકો પણ આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને ઘણા ટોચના હોલીવુડ ફિલ્મ નિર્માતાઓએ પણ આ ફિલ્મને પસંદ કરી છે.

ફિલ્મ દ્વારા રામ ચરણ અને જુનિયર એનટીઆર લાંબા સમયથી ચર્ચામાં છે. આ બધા વચ્ચે ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ સુપરવાઈઝરે ટાઇગર સાથે “કોમારામ ભીમ” એટલે કે તારકની વીએફએક્સ બેકગ્રાઉન્ડની એક કલીપ શેર કરી છે. આ અભિનેતાના ઈંટ્રોડક્શનનો વીડિયો છે અને આ સીન જોયા બાદ નેટીજન્સ પણ રાજામૌલીના વિઝનની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

જોકે ‘RRR’ ઘણા કારણોસર ચર્ચામાં રહી છે અને ટાઇગર સાથે જુનિયર એનટીઆરનો પરિચય દ્રશ્ય VFX બ્રેકડાઉન વીડિયો ક્લિપ દ્વારા ચર્ચામાં છે. આ વીડિયો ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ સુપરવાઈઝર શ્રીનિવાસ મોહને પોતાના ટ્વિટર પર જાહેર કર્યો છે. આમાં, ડિરેક્ટર એસએસ રાજામૌલી એક્શનમાં છે અને તે વિઝ્યુઅલ ટીમને જંગલી પ્રાણી સાથે લડવાની સૂચના આપે છે. ફિલ્મનો આ સીન બધાને હંફાવી દેશે, જ્યારે એનું બીટીએસ તમને ચોંકાવી દેશે.

વીડિયો જોઈને તમે રાજામૌલીના તીક્ષ્ણ મન અને દ્રષ્ટિને સમજી શકશો. જુનિયર એનટીઆરનો આ સીન પાછળનો વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ ટીમના વખાણ કરતાં થાકતા નથી. હજારો લોકો આ ક્લિપ પર ટ્વિટ કરીને ફિલ્મના નિર્દેશકની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, માત્ર રાજામૌલી. લોકો મુખ્યત્વે ફિલ્મ નિર્માતાની પ્રશંસા કરે છે, તે જોઈને કે તે કેવી રીતે સિક્વન્સ સમજાવે છે અને વિગતવાર ધ્યાન આપે છે.