અધિકારી રોજ લાવતો હતો અલગ અલગ છોકરી, 400 છોકરીઓ સાથે બાંધ્યા સંબંધ- વીડિયો ટેપ વાયરલ થતા જ મચ્યો હડકંપ

ઇક્વેટોરિયલ ગિની નામના દેશના ઉચ્ચ હોદ્દા પરના અધિકારી બાલ્ટાસર એબાંગ એંગોંગાએ કંઈક એવું કર્યું છે જેણે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી છે. એબાંગ એંગોંગાના કોમ્પ્યુટરમાંથી સેંકડો અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. આ વીડિયોમાં તે અલગ-અલગ મહિલાઓ સાથે સંબંધ બનાવતો જોવા મળ્યો. આ મહિલાઓમાં તેના પરિવારની પણ મહિલાઓ છે જ્યારે એક દેશના રાષ્ટ્રપતિની સંબંધી છે.

જણાવી દઈએ કે, એબાંગ એંગોંગા પરણિત છે અને તેના છ બાળકો પણ છે.તેના સેક્સ સ્કેન્ડલના ખુલાસા પછી આ મધ્ય આફ્રિકન દેશમાં હલચલ મચી ગઈ છે. એંગોંગા ઇક્વેટોરિયલ ગિનીની નેશનલ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ANIF) ના મહાનિર્દેશક છે. તેના કોમ્પ્યુટર પર 400થી વધુ વીડિયો મળી આવ્યા હતા. જેમાં તે ઓફિસ, હોટેલ, પબ્લિક રેસ્ટરૂમ વગેરે જેવી વિવિધ જગ્યાઓ પર અલગ-અલગ મહિલાઓ સાથે સંબંધ બાંધતો જોવા મળે છે.

એંગોંગા સામે છેતરપિંડીના કેસમાં તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન તલાશીમાં કમ્પ્યુટરમાંથી વીડિયો મળ્યા. એટર્ની જનરલ ઓફિસ એ વાતની તપાસ કરી રહ્યુ છે કે આ વીડિયો કેવી રીતે લીક થયા.વીડિયોમાં કથિત રીતે અધિકારી તેના ભાઈની પત્ની, પિતરાઈ બહેન અને ઇક્વેટોરિયલ ગિનીના રાષ્ટ્રપતિના સંબંધી સહિત ઘણા લોકો જોવા મળે છે.

અહેવાલો અનુસાર, તમામ મુલાકાતો સહમતિથી થઈ હતી, પરંતુ આ વીડિયો વાયરલ થવાને કારણે ઇક્વેટોરિયલ ગિનીમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. ઉપરાષ્ટ્રપતિએ X પર એક પોસ્ટમાં સરકારી અધિકારીઓને યાદ અપાવ્યું કે ‘મંત્રાલયો માત્ર વહીવટી કાર્યો માટે છે.’ તેમણે કહ્યું કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓને બરતરફ કરી શકાય છે.

Shah Jina